તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા શનિવારે 13 ફેબ્રુઆરીએ સમૃદ્ધિ બિલ્ડીંગ, નાનપુરા, સુરત ખાતે ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર મુનાફ પટેલ સાથે મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં મુનાફે પોતાના ટીમ ઈન્ડિયામાં સિલેક્શન થયું એ પહેલાના સંઘર્ષના દિવસો યાદ કર્યા હતા અને કહ્યું હતું કે, હું રોજ 120 કિમીની મુસાફરી ટ્રેનોમાં લટકીને કરતો હતો. તે સમયે રૂ. 35 જ મળતાં છતાં ટાઈલ્સની ફેક્ટરીમાં મજૂરી કરતો હતો. જીવનમાં એક જ લક્ષ્યને મેળવવા માટે કેવી રીતે ફોકસ કરવું? તે દિશામાં તેમણે યુવાનોને મહત્વનું માર્ગદર્શન આપ્યું હતું. સાથે જ ક્રિકેટમાં તેમના અનુભવો પણ તેમણે બધાની સાથે મુનાફ પટેલે વાગોળ્યાં હતાં.
સ્ટ્રગલ વગર જીવનમાં કશું જ મળતું નથી
મુનાફ પટેલે જણાવ્યું હતું કે, જે ફિલ્ડ તમે સિલેક્ટ કરો છો, તેમાં 100 ટકા આપવા જોઇએ. સફળ થવા માટે સ્ટ્રગલની છેલ્લી લાઇનને ટચ કરવી પડે છે. એ ટચ થઇ જાય એટલે જીવનમાં સ્ટ્રગલ રહેતી નથી. સ્ટ્રગલ વગર જીવનમાં કશું જ મળતું નથી. ભારતીય ક્રિકેટ ટીમમાં સમાવેશ પહેલા પણ મારી સ્ટ્રગલ રોજની 120 કિલોમીટર મુસાફરીની રહી હતી અને અત્યારે પણ છે. ફરક એટલો જ છે કે પહેલા ટ્રેનોમાં લટકીને મુસાફરી કરતો હતો અને આજે કારમાં મુસાફરી કરું છું.
ટાઇલ્સની ફેક્ટરીમાં કામના રોજ રૂ.35 જ મળતાં
ખેડૂતના ઘરમાંથી ભારતીય ક્રિકેટ ટીમ સુધીની સફર વિશે તેમણે કહ્યું હતું કે, પોતાનું બેક ગ્રાઉન્ડ ન હતું અને ભાષા ઉપર પણ કોઇ ખાસ પ્રભુત્વ ન હતું. પહેલા ગામમાં વોલીબોલ અને ક્રિકેટ એમ બે જ ગેમ રમતા હતા. તે સમયે સ્કૂલે પણ જતા હતા અને કામ પણ કરતા હતા. એ દિવસો પણ સારા હતા પણ સ્ટ્રગલવાળા હતા. ટાઇલ્સની ફેક્ટરીમાં કામ કરતો હતો, જેના રોજના રૂપિયા 35 મળતા હતા. ક્રિકેટમાં રસ હતો એટલે છેલ્લે ક્રિકેટ જ નક્કી કરી લીધું હતું. પરિવારને તે સમયે ક્રિકેટ રમવું ખોટું લાગતું હતું પણ મેં પિતાને સમજાવીને ક્રિકેટ રમવાની શરૂઆત કરી હતી.
ટીમ ઈન્ડિયામાં જોડાયો તે પહેલા બધી ટ્રોફી રમી હતી
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વડોદરામાં કિરણ મોરે એકેડેમીમાં ગયા બાદ ઝવેરી લીગમાં રમવાનું શરૂ કર્યું હતું. ચાર વર્ષ ડોમેસ્ટીક ક્રિકેટ રમ્યો હતો અને ત્યારબાદ ભારતીય ક્રિકેટ ટીમમાં સિલેક્ટ થયો હતો. સિલેક્શન પહેલા ભારતની બધી જ ટ્રોફી રમી ચૂક્યો હતો. આઇપીએલ, ટી20 અને વન ડે ક્રિકેટ રમી ચૂક્યો છે. ક્રિકેટમાં જો કોઇને મારા આદર્શ માનીશ તો તે એકમાત્ર સચિન તેંડુલકર છે. તેમણે સ્લેજીંગ વિશે પણ ચર્ચા કરી હતી. મુનાફ પટેલે પોતાની સૌથી મોટી જીત વિશે કહ્યું હતું કે, એક નાના ગામથી જઇને તિરંગાને પહેરવા એ મારા માટે સૌથી મોટી જીત હતી.
મુનાફ ઈખરના અને ગુજરાતી હોવાનું ગૌરવ
ચેમ્બરના પ્રમુખ દિનેશ નાવડીયાએ જણાવ્યું હતું કે, ભારતમાં યુવા વર્ગમાં ક્રિકેટનો ક્રેઝ તો છે જ પણ સિનિયર સિટીઝનોમાં પણ ક્રિકેટનો ક્રેઝ જોવા મળે છે. સંસદમાં પણ ક્રિકેટને લઇને ચર્ચા થતી હોય છે ત્યારે મુનાફ પટેલ ગુજરાતમાં ભરૂચ જિલ્લાના ઇખર ગામના વતની છે, ત્યારે આપણે સૌ ગુજરાતી તરીકે ગૌરવ લેવાની વાત છે. ભારતની ક્રિકેટ ટીમ વિદેશમાં રમવા જતી હતી ત્યારે ફાસ્ટ બોલરની ખોટ પડતી હતી ત્યારે ભારતીય ક્રિકેટ ટીમમાં મુનાફ પટેલની એન્ટ્રી બાદ ફાસ્ટ બોલરની ખોટ પુરાઇ ગઇ હતી.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.