કાર્યવાહી:હીરાની આડમાં હવાલા કૌભાંડ સૂત્રધારની મુંબઇથી ધરપકડ

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સચિન સેઝની કંપનીમાં 1061 કરોડના હવાલા કૌભાંડની ચેટિંગમાં મુખ્ય સૂત્રધારનું નામ ખૂલ્યું

15 દિવસ અગાઉ DRIએ સચિન સેઝમાં ઝડપેલા ડાયમંડની આડમાં ચાલતા 1000 કરોડના હવાલા કૌભાંડમાં વધુ એક આરોપીની મુંબઈથી ધરપકડ કરી છે. તેને કોર્ટમાં રજૂ કરાતા 14 દિવસની જ્યુ. કસ્ટડીમાં મોકલતો હુકમ થયો હતો. DRIના સૂત્રોએ કહ્યું કે,કૌભાંડમાં મોબાઇલ કબજે લેવાયા હતા તેમાં કેટલીક ચેટિંગ મળી જેમાં ચિરાગ નામનો ઉલ્લેખ હતો આ ચેટિંગનાે એફએસએલ રિપોર્ટ આવ્યા બાદ મુંબઈથી ધરપકડ થઈ હતી.

ચિરાગે કુલ 15 કરોડનો માલ મેળવ્યો હોવાથી તેની સામે કુલ સવા કરોડની ડયૂટી ચોરીનો કેસ કરાયો છે. અધિકારીઓ ચિરાગને મુખ્ય ભેજાબાજ ગણાવી રહ્યા છે. હીરા ક્યાંથી મંગાવાયા અને કોને સપ્લાય કરવા તેની જાણ ચિરાગ કરતો હતો.

સમગ્ર કેસ શું હતો
DRIની ટીમે સચિન સેઝની કંપનીમાંથી હીરાના નામે 1061 કરોડનું હવાલા કૌભાંડ ઝડપી પાડ્યુ હતું. જેમાં આરોપી રાજેશ રામોપુરિયા, સાગર શાહ અને વિકાસ ચોપરાની ધરપકડ કરી હતી. આરોપી પાસેથી જે ફોન કબજે લેવાયા તેની વિગતના આધારે ચિરાગ બારીયાની ધરપકડ થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...