તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Mumbai based Fashion Designer Ergun Taki On Peopled's Family For Rs 15,000, Umra Police File Ransom And Intimidation Case

ફરિયાદ:મુંબઇની ફેશન ડિઝાઇનરે 15 હજાર માટે પીપલોદના પરિવાર પર એરગન તાકી, ઉમરા પોલીસે ખંડણી અને ધમકીનો ગુનો દાખલ કર્યો

સુરત17 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • રેડિમેઇડના ધંધા દરમિયાન આરોપી મહિલા પરિચયમાં આવી હતી

મુંબઈમાં રહેતી ફેશન ડિઝાઇન મહિલાએ 15 હજારની રકમની લેતીદેતી માટે પીપલોદના એક પરિવારના ઘરે જઈ ઘરના સભ્ય પર એરગન તાકી ધમકાવી અપહરણ કરવાની કોશિશ કરી હતી. જેમાં ફેમિલીએ તાત્કાલિક 100 નંબર પોલીસને જાણ કરી દેતા ઉમરા પોલીસનો સ્ટાફ દોડી આવ્યો હતો. ઉમરા પોલીસને જોઇ મહિલા રિક્ષામાં બેસીને ત્યાંથી નીકળી ગઈ હતી.જોકે પોલીસે મહિલાનો પીછો કરીને તેને પીપલોદ રાધાક્રિષ્ણા મંદિર પાસે પકડી લેતા મહિલાએ પોલીસને ડોન્ટ ટચ મી કહી હાથમાં એરગન રાખી પોલીસ સાથે જ માથાકૂટ કરવા લાગી હતી. આખરે પોલીસે મહિલા પોલીસ કર્મચારીને બોલાવી હતી.

મહિલા પોલીસકર્મીએ આવીને મહિલાને પકડીને પોલીસ સ્ટેશને લઈ આવી હતી. 34 વર્ષીય આરોપી મહિલા ફેશન ડિઝાઇનર ટીના ઉર્ફે ચંદાસિંહ મુંબઈના ખારમાં રહે છે.વધુમાં પોલીસે જણાવ્યું કે પૂર્વીબેન પટેલે 5 વર્ષ પહેલા ફેશન ડિઝાઇનિંગનું કામ ચાલુ કર્યું હતું પૂર્વી પટેલ ફેશન ડિઝાઇનિંગના કામ અર્થે મુંબઈ આવતા જતા આ મહિલા ફેશન ડિઝાઇનર ટીના ઉર્ફે ચંદાસિંહ ગોંદર સાથે પરિચયમાં આવી હતી. જો કે પૂર્વી પટેલે ટીનાને 15 હજારની કોઈ રકમ આપવાની થતું ન હોવાનું જણાવ્યું હતું.

છતાં મહિલા ફેશન ડિઝાઇનર પૂર્વી પટેલ પાસે 15 હજાર રૂપિયાની ઉઘરાણી કરવા માટે તેમના ઘરે આવી હતી. મુંબઈની મહિલા ફેશન ડિઝાઇનર એક્ઝિબિશનમાં સુરત આવી હતી તે વખતે પૂર્વી પટેલનું એડ્રેસ મેળવીને મહિલા તેના ઘરે પહોંચી ગઈ હતી.આ મામલે પૂર્વી પટેલે આરોપી મહિલા ફેશન ડિઝાઇનર ટીના સામે ફરિયાદ નોંધાવતા ઉમરા પોલીસે ખંડણી અને ધમકીનો ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...