તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિશેષ:20 દિવસ પછી 50 ટકા સ્ક્રીન સાથે મલ્ટિપ્લેક્સ ખુલશે, દર્શકો આવે એ માટે ટિકિટનો દર માત્ર રૂપિયા 100 રખાશે

સુરત3 મહિનો પહેલા
 • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
 • ફિલ્મો ન હોવાને કારણે થિએટરો 27મી જૂને નહીં ખુલે, પાણી-ફુડ લઇ જવા પર પ્રતિબંધ

રાજ્ય સરકાર દ્વારા 27 જૂનથી મલ્ટીપ્લેક્સ અને થિએટરો શરૂ કરવા માટે પરવાનગી આપવામાં આવી છે, ફિલ્મો ન હોવાને કારણે થિએટર સંચાલકો થિએટરો શરૂ કરશે નહીં. અદાંજે 15 જૂલાઈ બાદ ફિલ્મો આવ્યા બાદ થિએટરો શરૂ કરાશે. સુરત શહેરમાં 15 મલ્ટીપ્લેક્સમાં 50 સ્ક્રિન છે. જ્યારે 70 જેટલા સિંગલ સ્ક્રિન થિએટરો છે. 27મી તારીખના રોજ એક પણ થિએટર શરૂ થશે નહીં. થિએટર સંચાલકોનું કહેવું છે શરૂઆતમાં અમે ટિકિટનો ભાવ 100 રૂપિયા રાખીશું.

ઓનલાઇન અને વિંડો બુકિંગ થઇ શકશે, પ્રેક્ષકોએ એક સીટ છોડી બેસવાનું રહેશે

 • મલ્ટિપ્લેક્સની કેટલી સ્ક્રીન શરૂ કરાશે?​​​​​​​ શરૂઆતમાં માત્ર 50 ટકા જ સ્ક્રિનો શરૂ કરવામાં આવશે.
 • ઓનલાઇન બુકિંગ એકમાત્ર વિકલ્પ હશે કે ટિકિટ વિંડો પરથી પણ ટિકિટ મળશે ઓનલાઈન અને વિંડોથી ટિકિટ મળશે.
 • અત્યારે ઓનલાઇન બુકિંગ શરૂ થઈ ગયું છે? ના હજી ઓનલાઈન બુકિંગ શરૂ થયું નથી.
 • અંડર ફૂડ સ્ટોલ ઓપન હશે કે નહીં? હા ફૂડ સ્ટોલ ઓપન હશે
 • પાણી અને ફૂડ સાથે લઇ જઇ શકાશે? ના, પરમિશન નહીં મળે
 • મલ્ટિપ્લેક્સની શરૂઆત કઈ મૂવી રિલીઝ સાથે કરવામાં આવશે? બેલ બોટમ અને ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ 9થી કરવામાં આવશે.
 • રિ-રિલીઝ કરાશે તો તેનું કારણ શું હશે? રિ-રિલીઝ કરવામાં નહીં આવે.
 • શોના ટાઇમ શું હશે? દિવસના કેટલા શો ચાલશે? કરફ્યુ છે ત્યાં સુધી 9 વાગ્યા સુધી અને ત્યાર બાદ કરફ્યુમાં સમય વધશે તે પ્રમાણે શો નક્કી કરવામાં આવશે
 • સીટિંગ અરેન્જમેન્ટ અને સેફ્ટી મેઝર્સનું કઈ રીતે ધ્યાન રાખવામાં આવશે? એક સીટ છોડીને બેસવાનું રહેશે.
 • આવનાર વ્યક્તિએ વેક્સિનેશન અથવા RTPCR રિપોર્ટ બતાવવાનું રહેશે કે શું? ના
 • શું એસી ચાલુ રાખવામાં આવશે કે નહીં? હા
 • ટિકિટ રેટ શું હશે. કોઈ સેફ્ટી રેટ એડ કરાશે? ટિકિટનો રેટ 100 રહેશે.(મલ્ટીપ્લેક્સના સંચાલકો સાથે થયેલી વાતચીતના આધારે)
અન્ય સમાચારો પણ છે...