એજ્યુકેશન:સીએ ઇન્ટરમાં સુરતનો મુકુંદ લાધા દેશમાં 45મા ક્રમે આવ્યો

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મુકુંદ લાધા - Divya Bhaskar
મુકુંદ લાધા
  • પરીક્ષા લંબાતા પુનરાવર્તનનો સમય મળ્યો

ધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ ઓફ ઇન્ડિયાએ ચાર્ટર્ડ એકાઉન્ટનની ઇન્ટરમિડીએટની પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું છે. જેમાં દેશના ટોપ-50માં સુરતનો મુકુંદ લાધા 45મા અને શહેરમાં પહેલા નંબરે આવ્યો છે. મુકુંદે 800માંથી 520 માર્ક્સ મેળવ્યા છે.

મુકુંદ લાધાએ જણાવ્યું કે મેં દરેક વિષય પ્રમાણે પહેલેથી જ શિડ્યુલ બનાવીને રાખ્યું હતું. એવી જ રીતે તૈયારી કરી હતી. દરરોજ 12 કલાક વાંચન કરતો હતો. સ્કોરિંગ કરવા જૂના પેપરો અને મોક ટેસ્ટ પર ફોકસ કર્યું હતું. મને ઓડિટ વિષય સૌથી અઘરો લાગતો હતો. તેથી ઓડિટના ઘણા પેપરો સોલ્વ કર્યા હતા અને મોક ટેસ્ટ પણ વધારે આપી હતી.

આ સિવાયના મારા પ્રેકટીકલ વિષય ખૂબ સ્ટ્રોંગ હતા. પરીક્ષા જયારે લંબાવવામાં આવી, ત્યારે જે એકસ્ટ્રા સમય મળ્યો તેમાં દરેક વિષયનું પુનરાવર્તન કરી લીધું હતું. કોવિડ-19ના કારણે ઓનલાઈન સ્ટડીમાં શરૂઆતમાં ઘણા ચેલેન્જીસ આવ્યા હતા. તે પછી ધીરે ધીરે ઓનલાઈન અભ્યાસના ફાયદા પણ મળ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...