કોંગ્રેસમાં રોષ ઠારવા પ્રયાસ:કોંગ્રેસના મુકુલ વાસનિક ડેમેજ કંટ્રોલ કરવા સુરત પહોંચ્યા, અસંતોષનો માહોલ ઠારવા કવાયત

સુરત23 દિવસ પહેલા
  • કૉપી લિંક
મુકુલ વાસનિકે કોંગ્રેસના કાર્યકર્તાઓને સાંભળ્યા - Divya Bhaskar
મુકુલ વાસનિકે કોંગ્રેસના કાર્યકર્તાઓને સાંભળ્યા

કોંગ્રેસના એઆઈસીસીના સભ્ય મુકુલ વાસનિક દિલ્હીથી સુરત પહોંચ્યા હતા. સુરત એરપોર્ટ પર તેમનું સ્વાગત અને ત્યારબાદ અઠવાલાઈન્સ સ્થિત હોટેલ મેરિયોટ ખાતે કોંગ્રેસના નેતાઓને મળ્યા હતા.

કોંગ્રેસમાં નામ જાહેર થયા બાદ રોષ
સુરત શહેરમાં કોંગ્રેસ દ્વારા તમામ બેઠકો ઉપર ઉમેદવાર જાહેર કરી દેવામાં આવ્યા છે. પરંતુ લિંબાયત મજૂરા, ઉધના અને ચૌર્યાસી બેઠક ઉપર જે ઉમેદવારો છે. તે પૈકીના કેટલાક ઉમેદવારોને બદલવામાં આવે તે પ્રકારની રજૂઆત કરવામાં આવી રહી હતી. જેને લઈને ડેમેજ કંટ્રોલ કરવા માટે સુરત પહોંચ્યા હતા. વિધાનસભા મુજબ જે પણ રોષ હતો. તેના સંદર્ભમાં વિસ્તૃત ચર્ચાઓ કરી હતી. જેમની ટિકિટ કપાય છે. અને જેમને ટિકિટ મળી છે. તે તમામ લોકો સાથે ચર્ચા કરવાનો પ્રયાસ કર્યો હતો.

કોંગ્રેસમાં અસંતોષનો માહોલ
સુરતમાં કોંગ્રેસ દ્વારા જે ટિકિટો ફાળવવામાં આવી છે. તેમાં કેટલીક બાબતોને લઈને વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. ઉધના બેઠક પરપ્રાંતીયને ટિકિટ આપવામાં આવી છે. પરંતુ કોંગ્રેસના કેટલાક નેતાઓ દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે, આ બેઠક ઉપર મુસ્લિમ અને દલિતોને ધ્યાનમાં રાખીને ઉમેદવારને પસંદ કરવાની જરૂર હતી. સુરેશ સોનવડે કોંગ્રેસના દલિત આગેવાન તરીકે ઓળખાય છે. સુરેશ સોનવડે હોટલ જઈને વાસનિકની સામે તમામ હકીકતોને દર્શાવી હતી. મજૂરા બેઠક પર ટિકિટ કોંગ્રેસના કાર્યકર્તાઓએ કહ્યું કે, જૈન મારવાડીને બે વખત ટીકીટ આપવામાં આવી ચૂકી છે પરંતુ કોંગ્રેસને વિજય બનાવી શક્યા નથી, તો આ વખતે કોઈ અન્યને ટિકિટ આપવામાં આવે તે જરૂરી છે. બલવંત જૈન જેવા ઉમેદવાર કે, જેની સાથે સો જેટલા કાર્યકર્તાઓ પણ નથી રહેતા. જેથી કોંગ્રેસની આ બેઠક ઉપર ડિપોઝિટ ડૂલ થાય તેવી સ્થિતિ છે.

મુકુલ વાસનીક આજે અને કાલે સાંભળશે
કોંગ્રેસના આગેવાનો આજે હોટલ ઉપર પહોંચી ગયા હતા. પોતાની રજૂઆત કરી હતી. કોંગ્રેસ માટે આ સ્થિતિ થોડી ચિંતાજનક છે. કારણકે, જાતિગત સમીકરણને ધ્યાનમાં રાખીએ તો એક બેઠકમાં ફેરફાર કરે તો અન્ય ત્રણ બેઠક ઉપર પણ તેના ઉમેદવારોને બદલવાની ફરજ પડી શકે છે. ઉધના બેઠક ઉપરથી જો ધનસુખ રાજપૂતને બદલવામાં આવે તો મજુરા અને લિંબાયત વિધાનસભા બેઠકના ઉમેદવાર પણ બદલવા પડે તેમ છે. જોકે તમામ રોષે ભરાયેલા હોદ્દેદારોને સાંભળીને કોંગ્રેસ શક્ય એટલો રોષ ઓછો કરવાનો પ્રયાસ કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...