સંયમના માર્ગે:સુરત સંસારના સુખો છોડી જૈન દીક્ષા ગ્રહણ કરવા જતી 4 દીક્ષાર્થીઓને મુહૂર્ત અપાયાં

સુરત19 દિવસ પહેલા
જૈન ધર્મના ભગવંતોના આશિર્વાદ સાથે દીક્ષાર્થીઓને મુહૂર્ત આપવામાં આવ્યાં
  • સંયમના માર્ગે જતા દીક્ષાર્થીઓ ભગવત મહત્વના આશિર્વાદ સાથે મુહૂર્ત સ્વીકાર્યા

દીક્ષા નગરીની ઓળખ મેળવી ચૂકેલા સુરતમાં જૈન ધર્મના અનેક અનુયાયીઓએ સંસારની મોહમાયા છોડીને સંયમના માર્ગે આગળ વધી રહ્યાં છે. આજના અત્યાધુનિક યુગમાં પણ ધર્મ પ્રત્યેની આસ્થા અને દ્રઢતા દેખાઈ રહી છે. ત્યારે સુરતમાં જૈન ધર્મનાં યુવાન કિશોર-કિશોરીઓ સત્યના માર્ગ પર ચાલી નીકળવા માટે નિર્ણય લઇ રહ્યા છે. જૈન ધર્મના ભગવંતોના આશિર્વાદ સાથે દીક્ષાર્થીઓને મુહૂર્ત આપવામાં આવી રહ્યા છે. દીક્ષા લેનારાઓને સન્માનિત પણ કરવામાં આવી રહ્યા છે.

4 દીક્ષાર્થીઓનાં દીક્ષા મુહૂર્ત પ્રદાન કરાયા હતાં
4 દીક્ષાર્થીઓનાં દીક્ષા મુહૂર્ત પ્રદાન કરાયા હતાં

દીક્ષાર્થીઓના સન્માન
પાલ વિસ્તારમાં આવેલી ગુરુ પાવનભૂમિ ખાતે ઉપધાન તપ આરાધના દરમ્યાન ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત વિજય અભયદેવસૂરીશ્વરજી મ.સા. તથા તેમના શિષ્ય આચાર્ય ભગવંત વિજય મોક્ષરત્નસૂરીશ્વરજી મ.સા. ની નિશ્રામાં 4 દીક્ષાર્થીઓનાં દીક્ષા મુહૂર્ત પ્રદાન કરાયા હતાં. જ્યારે અન્ય 5 દીક્ષાર્થી સન્માન ડહેલાવાળા સમુદાય માં સં.2078 ની સાથે થનાર 10 દીક્ષાઓની જાહેરાત સાથે સૌના સન્માન કરવામાં આવ્યાં હતાં.

દીક્ષાર્થીઓને સન્માનિત પણ કરવામાં આવ્યાં હતાં.
દીક્ષાર્થીઓને સન્માનિત પણ કરવામાં આવ્યાં હતાં.

અલગ અલગ સંઘોમાં દીક્ષા યોજાશે
તમામ દીક્ષાઓર્થીઓની અલગ અલગ ગામો ને સંઘોમાં યોજાશે. શુભમંગલ ફાઉન્ડેશન ઉપધાન તપ લાભાર્થીઓ દ્વારા 9 દીક્ષાર્થીઓનાં સન્માન થયાં અને મહારાષ્ટ્ર રાજ્યનાં અહમદનગર જિલ્લાનાં શનિ શીંગણાપુર પાસે સોનઈ ગામે પ્રાચીન જીર્ણોદ્ધાર કૃત જિનાલય ની પ્રતિષ્ઠા નું મુહૂર્ત તા.03/02/2022 નાં રોજનું અપાયું છે. ગચ્છાધિપતિ સુરતથી વિહાર કરી સોનઈ મહારાષ્ટ્ર તરફ જશે.હજું બીજા પણ દીક્ષા નાં મુહૂર્તો ડહેલાવાળા સમુદાયમાં આપવાથી દીક્ષાઓ ગ્રહણ થશે.

દીક્ષાર્થીઓ અમર રહોના નારા લાગ્યાં હતાં.
દીક્ષાર્થીઓ અમર રહોના નારા લાગ્યાં હતાં.

દીક્ષાર્થીઓની વિગત
કુ.સીલ્વી અશોકભાઈ કોઠારી, ઉં.16, સિલાસણા ધાનેરા
કુ.ખુશ્બુ ભંવરલાલ કોઠારી, ઉં.16, જસરા ધાનેરા
કુ.ભવ્યા પરેશકુમાર કોઠારી, ઉં.11, નાગફણા
કુ.નીતુ વિપુલકુમાર હુંડિયા, ઉં.11, નાગફણા
કુ.શ્રદ્ધા રાજુભાઇ કોઠારી, ઉં.17, રૈયા
કુ.શ્રેયા રાજુભાઇ કોઠારી, ઉં.15, રૈયા
કુ.કૃતિ જિનદત્તભાઈ શાહ, ઉં.17, કતારગામ સુરત
કુ.મહેક જીજ્ઞેશભાઈ જોગાણી, ઉં.14, ખીંમત નવસારી
કુ.ધારા દિલીપભાઈ શાહ, ઉં.21, અમદાવાદ
કુ.રોશની, ઉં.18, કુડા હાલોલ