તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઈમ:સુરત લઈ જવાતો દારૂ લાડવીથી ઝડપાયો, 3,23,850નો મુદામાલ કબ્જે

નવાગામએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરત શહેરમાં ઘુસાડવા લઇ જવાતો ઇંગલીશ દારુ ભરેલી ઇકો ગાડી લાડવી પાટીયાથી પકડી પોલીસે 30350નાં દારૂ સાથે 6ની ધરપકડ તથા2 ને વોન્ટેડ જાહેર કર્યા હતા. સફેદ કાર નં (GJ 15 AT 3277)નો ચાલક ગાડીમાં મહિલાઓ તથા ઇસમોને બેસાડી દારૂ સુરત લઇ જનાર છે.

LCB ગ્રામ્યની ટીમ લાડવી પાટીયા પાસે વોચમાં હતા. કાર આવતા તપાસ કરતા કારમાં બેઠેલા મકબુલ મુલતાની, નરેશ મોઢવાણી, નિકુલ પટેલ , બીજલી કુશવાહ, ગીતાકુમારી રાજપૂત, ભારતીપટેલની પૂછતાછ કરી હતી. ગાડીમાં તપાસ કરતાં 25,500 દારૂની બાટલી, ટીન બિયર નંગ 238 કિં.30,350 તથા રોકડા 18,000 મળી 3,23,850નો મુદામાલ કબ્જે કર્યો હતો. દારૂ આપનાર વિજય રિક્ષાવાળો, દારૂ મંગાવનાર નરેશને વોન્ટેડ જાહેર કરેલ છે.

અન્ય સમાચારો પણ છે...