તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Mucker's More Than 20 Cases A Day, New Operation Theater Opens In Civil, 22 Surgeries In A Single Day, BK Patient Escapes

સુરતમાં મ્યુકોરમાયકોસિસનો કહેર:રોજના 20થી વધુ કેસ આવતા સિવિલમાં નવું ઓપરેશન થિયેટર શરૂ કર્યું, એક જ દિવસમાં 22 સર્જરી, આંખ કાઢી નાખવાની બીકે દર્દી ભાગી ગયો

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક
સુરત સિવિલ હોસ્પિટલમાં મ્યુકોરમાઇકોસિસ માટે ખાસ વોર્ડ ઉભો કરાયો છે. - Divya Bhaskar
સુરત સિવિલ હોસ્પિટલમાં મ્યુકોરમાઇકોસિસ માટે ખાસ વોર્ડ ઉભો કરાયો છે.
  • સિવિલને રોજના 700 ઇન્જેક્શનની જરૂર સામે માંડ 300 મળે છે, અત્યાર સુધી સ્મીમેર-સિવિલમાં 2200 ઇન્જેક્શન ફાળવાયા
  • સ્મીમેરમાં અત્યાર સુધી 21 દર્દીની સર્જરી કરાઇ, સ્મીમેર-સિવિલમાં હજુ 172 દર્દી સારવાર હેઠળ
  • ફંગસ અટકાવવા ઇન્જેક્શન જરૂરી પણ તેનો ઉપયોગ વિવેકપૂર્ણ કરવો જોઇએ : તબીબ

શહેરમાં મ્યુકરમાઇકોસિસના સિવિલ-સ્મીમેર સહિત ખાનગી હોસ્પિટલોમાં રોજના 20થી વધુ કેસ નોંધાય છે. સતત કેસ અને સર્જરીનું પ્રમાણ વધતા સિવિલ હોસ્પિટલમાં નવું ઓપરેશન થિયેટર શરૂ કરવું પડ્યું હતું. મંગળવારે એક જ દિવસમાં સિવિલ હોસ્પિટલમાં 22 દર્દીઓની સર્જરી કરવી પડી હતી. જે પૈકી 10 મેજર અને 12 માઇનોર સર્જરી થઇ હતી. જેમાંથી એકની આંખ કાઢવી પડી હતી.

દર્દી સર્જરીની બીકે ભાગી ગયો
બીજી તરફ એક દર્દી આંખ કાઢવાની બીકે હોસ્પિટલમાંથી ભાગી ગયો હોવાનું તબીબોએ જણાવ્યું હતું. જોકે આ દર્દીની અન્ય કોઇપણ વિગતો સિવિલ હોસ્પિટલ પાસે મળી ન હતી. ખુદ અધિકારીનું કહેવું હતું કે, અમે પણ દર્દીને શોધી રહ્યા છે પણ તે મહિલા છે કે પુરુષ તે અંગે અમને ખબર નથી. દર્દીઓનો સરવાળો કરતા એક દર્દી ભાગી ગયો હોવાનું સ્પષ્ટ થયું હતું. ઉલ્લેખનીય છે કે, સ્મીમેરમાં અત્યાર સુધી 21 દર્દીની સર્જરી કરવામાં આવી હતી. હાલ સિવિલમાં 126 અને સ્મીમેર હોસ્પિટલમાં 46 દર્દીઓ મળી કુલ 172 દર્દીઓ મ્યુકરમાઇકોસિસની સારવાર લઈ રહ્યા છે. સિવિલમાં મ્યુકરના રોજના 700 ઇન્જેક્શનની જરૂર પડે છે. જોકે તેની સામે માંડ 300 ઇન્જેક્શન જ મળી રહ્યા છે.

બે દિવસ પછી સિવિલમાં એક હજાર જ્યારે સ્મીમેરમાં 500 ઇન્જેક્શન ફાળવાયા
સરકારી હોસ્પિટલમાં મ્યુકર માઇકોસિસની સારવાર લઈ રહેલા દર્દીઓ માટે અત્યાર સુધીમાં ફક્ત 2200 ઇન્કેક્શન જ ફાળવાયા છે. 1 અઠવાડિયામાં સિવિલમાં 1700 Amphotericin B ઇન્જેક્શન ફાળવાયા છે. જો કે, શનિ અને રવિવારે એક પણ ઇન્જેક્શન ફાળવવામાં આવ્યા ન હતા. જ્યારે મંગળવારે 1000 ઇન્જેક્શન અપાયા હતા. સ્મીમેરમાં 522 ઇન્જેક્શન ફાળવવામાં આવ્યા છે. ડોક્ટરના જણાવ્યા પ્રમાણે મ્યુકરમાઇકોસિસના દર્દીને 4 શીશી Amphotericin B આપવાની જરૂર હોય છે.જોકે છેલ્લા અઠવાડિયામાં કુલ 2200 ઇન્જેક્શન જ મળ્યા હતા જે દાખલ દર્દીઓની રોજેરોજની જરૂરિયાત સામે ખુબ ઓછા છે.

દર્દી વધતા સવારથી સાંજ સુધી સતત સર્જરી કરાઇ
સિવિલમાં મ્યુકરના 126 દર્દીઓ છે.આવા સંજોગોમાં દાખલ દર્દીઓ પૈકી સર્જરીની જરૂર હોય એવા દર્દીઓની સંખ્યા પણ વધુ છે. ફંગસ બ્રેઈન સુધી ન પ્રસરે એ માટે અમે સર્જરી કરી ફંગસ કાઢી લઈએ છીએ.સોમવારે અમે બેક ટુ બેક 22 સર્જરી કરી છે. Amphotericin B ઇન્જેક્શન ફંગસને આગળ વધતી અટકાવવા માટે કારગત છે. જોકે અમે Amphotericin Bનો ઉપયોગ ખૂબ જ વિવેકપૂર્ણ રીતે કરી રહ્યા છીએ.એ પણ એટલું જ અગત્યનું હોવાનું સિવિલના ડો. આનંદ ચૌધરીએ જણાવ્યું હતું.

કોરોનાથી પત્નીનું મોત, સાજા થયેલા પતિને મ્યુકર થઇ જતા આંખ કાઢવી પડી
એક મહિના પહેલા શહેરના ભગવતીભાઈ અને તેમની પત્ની કોરોનાની ચપેટમાં આવી ગયા હતા. બન્નેના ઓક્સિજન ઘટવા લાગ્યા હતા. જોકે આ પછી તેમની પત્નીનું ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. પતિને સાજા કરવા પરિવારજનોએ પત્નીના મોતની જાણ પતિને કરી ન હતી. જોકે ત્યારબાદ ભગવતીભાઇને પણ મ્યુકરમાઇકોસિસ થયું હોવાનું નિદાન થયું હતું. આ અંગે ભગવતીભાઇના પુત્ર ભાર્ગવ પટેલે જણાવ્યું હતું કે, ઘરમાં વિકટ પરિસ્થિતિ સર્જાઇ હતી. માતાના મૃત્યુ બાદ પિતાને કોઇપણ રીતે સાજા કરવા પ્રયાસ કરી રહ્યા હતા. ઘરની આર્થિક સ્થિતિ પણ કથળી ગઇ હતી. લાખો રૂપિયા ખર્ચી પિતાને બચાવ્યા હતા. પણ મ્યુકરના કારણે તેમની આંખ કાઢી લેવી પડી હતી.

સરકારી હોસ્પિટલમાં ફાળવાયેલા ઇન્જેક્શન

તારીખ25242322212019
સિવિલ100025000150150100
સ્મીમેર12575100507512522

​​​​​​​ ​​​​​​​

અન્ય સમાચારો પણ છે...