તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાહત:MSMEને બાકી લોન પર 20% લોન, 1 વર્ષનો મોરિટોરીયમ પિરીયડ મળશે, 50થી 500 કરોડ આઉટસ્ટેન્ડિંગ લોન ધરાવનારને કેન્દ્રની રાહત

સુરત5 મહિનો પહેલા
 • કૉપી લિંક

કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સિતારામને ગુરુવારે આત્મનિર્ભર-3 રાહત પેકેજ જાહેર કર્યું છે. જેમાં રૂ 50 કરોડથી 500 કરોડ સુધીની આઉટસ્ટેન્ડિંગ લોન ધરાવતા એમએસએમઈને તેમની આઉટસ્ટેન્ડિંગ રકમના 20 ટકા જેટલી રકમની વધારાની લોન તરીકે 5 વર્ષની મુદ્દત માટે બેંકોને આપવા સૂચન કરવામાં આવ્યું છે.સ્થાનિક આગેવાન બેંકર્સ પાસેથી મળતી માહિતી મુજબ, કામથ પેનલમાં સમાવિષ્ટ 26 ઔદ્યોગિક સેક્ટર જેવા કે હેલ્થ, ટેક્સટાઈલ સહિતના એમએસએમઈ ઉદ્યોગો માટે જાહેરાત કરી છે. આર્થિક રીતે માંદા ઉદ્યોગો તેમણે ભરેલા પૈકી 20 ટકા રકમની લોન આપવા માટે જાહેરાત કરવામાં આવી છે.

આ અંગે બેંકિંગ સેક્ટરના તજજ્ઞ ડો. જતીન નાયકે જણાવ્યું કે, રૂ.50 કરોડથી 500 કરોડ સુધીની લોન ધરાવતા એકમો કો-લેટર ફોર ક્રેડીટ ગેરન્ટીના આધારે આઉટસ્ટેન્ડિંગ રકમ પર 20 ટકા લોન 5 વર્ષ માટે લઈ શકશે, જેમાં 1 વર્ષનો મોરીટોરીયમ પિરીયડ મળશે. સ્થાનિક બેંકિંગ આગેવાનોએ સૂર પુરાવ્યો છે કે, રૂ. 50 કરોડથી વધુ લોન ધરાવતા એકમોની સંખ્યા માત્ર 20 ટકા છે. સુરતમાં કાપડ ઉદ્યોગ ક્ષેત્રે 2 થી 2.50 લાખ રજીસ્ટર્ડ વેપારી-વીવર્સ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો