સુરત:ઓડિશા જતી ટ્રેનને સાંસદ પાટીલે ભાજપની ઝંડો બતાવતા કોંગ્રેસે નિમ્ન રાજનીતિ ગણાવી

સુરત2 વર્ષ પહેલા
સાંસદ સીઆર પાટીલે ટ્રેન ઉપડતા સમયે ભાજપનો ઝંડો પકડતા કોંગ્રેસીઓએ વિરોધ નોંધાવ્યો હતો.
  • ટ્રેનને રેલવેની ઝંડી કે રાષ્ટ્રધ્વજની જગ્યાએ ભાજપની ઝંડો બતાવવો અયોગ્ય-કોંગ્રેસ
  • કાર્યકર્તાની લાગણીને વશ થઈને હાથમાં ભાજપનો ઝંડો પકડ્યો હતોઃસી.આર.પાટીલ

લોકડાઉન લંબાતા પરપ્રાંતિય શ્રમિકોને વતન જવા દેવા માટે તંત્ર દ્વારા આજે ઓડિશાના બ્રહ્મપુર સુધીની ટ્રેન શરૂ કરવામાં આવી હતી. જેમાં 1200 લોકોને મોકલવામાં આવ્યાં હતાં. આ તબક્કે ટ્રેનને નવસારીના સાંસદ સી આર પાટીલે ભાજપનો ઝંડો બતાવ્યો હતો. જેથી કોંગ્રેસના નેતાએ  તેને નિમ્ન સ્તરની રાજનીતિ ગણાવી હતી. જ્યારે સીઆર પાટીલે જણાવ્યુંહતું કે, ટ્રેનને બતાવવાની ઝંડી અંગે મને જાણ છે. ભાજપના ઝંડો મને કાર્યકરે લાગણીવશ થઈ આપતા પકડેલોમાં એમાં કોઈ રાજનીતિનો સવાલ જ નથી.

રાજનીતિ ન થવી જોઈએ-કોંગ્રેસ

કોંગ્રેસના નેતાઓએ વીડિયો અને સોશિયલ મીડિયા થકી સીઆર પાટીલના ભાજપના ઝંડા સાથેના ફોટોને શેર કરીને સવાલો કર્યા હતા કે આ ટ્રેન ભારત સરકારની છે તેને આ રીતે ભાજપનો ઝંડો બતાવીને સીઆર પાટીલ જશ ખાટવા માંગી રહ્યા છે. આ પ્રકારની રાજનીતિ ન થવી જોઈએ. આ નિમ્ન પ્રકારની રાજનીતિ છે. સરકારે અગાઉ જ વ્યવસ્થા કરવાની હતી. પરંતુ જે વ્યવસ્થા થઈ તેમાં પણ રાજનીતિ થઈ રહી હોય તેવું લાગે છે.

ટ્રેનને નહિં લોકોનો ઉત્સાહ વધારવા ઝંડો પકડેલો-પાટીલ

સીઆર પાટીલે જણાવ્યું હતું કે, મારે ટ્રેનને ઝંડી કઈ બતાવવી તે ખ્યાલ છે. ટ્રેનને ભાજપનો ઝંડો નહોતો બતાવ્યો. ટ્રેન તેના ક્રમ પ્રમાણે જ ચાલી. આ વખતે મને એક કાર્યકરે ઝંડો આપ્યો હતો. લાગણીશીલ કાર્યકરને આપતાં ભાજપનો ઝંડો પકડ્યો હતો. એ પણ લોકોનો ઉત્સાહ વધારવા માટે. 

અન્ય સમાચારો પણ છે...