ખેડૂતોને પ્રોત્સાહન:સુરત જિલ્લામાં ચોખા,મકાઈમાંથી ઈથેનોલ બનાવવાના પ્લાન્ટ સ્થાપવા 4500 કરોડના MOU કરાયા

સુરત15 દિવસ પહેલા
  • કૉપી લિંક
મંત્રી મુકેશ પટેલે સરકારની નીતિઓ અને યોજનાઓ વિષે માહિતી આપી હતી. - Divya Bhaskar
મંત્રી મુકેશ પટેલે સરકારની નીતિઓ અને યોજનાઓ વિષે માહિતી આપી હતી.
  • 'જુવારની જાતો અને "વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ' અંગે તાલીમ શિબિર યોજાઈ

આઝાદી કા અમૃત્ત મહોત્સવ અંતર્ગત નવસારી કૃષિ યુનિવર્સિટી સંલગ્ન મુખ્ય જુવાર સંશોધન કેન્દ્ર-સુરત દ્વારા સુમુલ ડેરી-સુરતના સહયોગથી ખેડુત દિન' નિમિત્તે કૃષિ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને 'જુવારની જાતો અને "વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ' અંગે તાલીમ શિબિર યોજાઈ હતી.સિટીલાઈટના મહેશ્વરી ભવન ખાતે શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેડુતો વધુમાં વધુ જુવારનું ઉત્પાદન વધારે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવશે. આધુનિક પદ્ધતિ અપનાવી ઓલપાડ તાલુકાના ખેડૂતોએ સ્ટોબેરી અને હળદરનું ઉત્પાદન કરી સારૂ એવું વળતર પ્રાપ્ત કરતાં થયા છે. ખેડૂતો આંગળીના ટેરવે યોજનાઓની માહિતી મેળવી શકે તે માટે સ્માર્ટ ફોનની ખરીદી માટે રૂા.6 હજારની સબસિડી આપવામાં આવી છે.

ટ્રેક્ટર માટે સબસિડી
કૃષિમંત્રીએ જણાવ્યું હતું કે આધુનિક ટેકનોલોજીથી બનેલા સ્વદેશી ડ્રોનથી રૂ. 500ના દરે એક હેક્ટર જેટલા વિસ્તારમાં દવાનો છંટકાવ શક્ય બન્યો છે. સૌરાષ્ટ્રના વિસ્તારોમાં 'સનેડા ટ્રેક્ટર' તરીકે જાણીતા બનેલા ટ્રેકટરની ખરીદી માટે આગામી સમય સબસિડી આપવામાં આવશે. સુરત અને ઓલપાડમાં મકાઈથી ઈથેનોલ બનાવવાના પ્લાન્ટ સ્થાપવા રૂ.4500 કરોડના MOU કરાયા છે. રાજ્યમાં આગામી સમયમાં પાલ્મ ઓઈલનું ઉત્પાદન અને લીલા કચરામાંથી બાયોગેસ બનાવવાના પ્લાન્ટના નિર્માણ માટેનું આયોજન કરાશે.

પશુપાલનથી ખેતીને ફાયદો
સુરત દૂધ ઉત્પાદક સંઘના (સુમુલ) ચેરમેન માનસિંહભાઈ પટેલે જણાવ્યું કે, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના યોજનાઓના સંથવારે પાયલટ પ્રોજેક્ટ, બિયારણ સંશોધન, બિયારણ વ્યવસ્થા થકી ખેડૂતને લાભ થયો છે. પ્રધાનમંત્રીના વિઝન અને લક્ષ્ય પ્રમાણે ખેડૂતોની આવક ડબલ કરવાનો નિર્ધાર વ્યકત કર્યો હતો. સુરતમાં રોજ 20 લાખ લીટર દૂધ ભેગું થાય છે અને પ્રોસેસ થઇ 15 લાખ લીટર દુધ અને દૂધની વસ્તુઓનું રૂ. 8 થી 10 કરોડનું વેચાણ થાય જે સીધા પશુપાલકોના ઘરમાં જાય છે. માંગરોળ, ઉમરપાડા, ઓલપાડ જેવા આદિવાસી દુર્ગમ વિસ્તારમાં રાજ્ય સરકારની યોજનાઓ થકી વીજળી અને પાણી પોહોચ્યું જેથી ખેતી, પશુપાલનનું ઉત્પાદન વધ્યું અને ખેડૂત તેમજ પશુપાલક સમુદ્ધ બન્યા છે. ખેડૂતો એકત્ર આવી મંડળી બનાવી ઓર્ગેનિક ખેતી તરફ આગળ વધી પાકનું ઉત્પાદન કરી તેનું શહેર, વિદેશમાં વેચાણ વિષે ચિંતન કરવું જોઈએ.

સંશોધિત જાતો બહાર પાડી
સુરત જુવાર સંશોધન વૈજ્ઞાનિક ડૉ.ભરત કે.દાવડાએ જણાવ્યું હતું કે, સમગ્ર ભારતમાં જુવાર, ધાસચાર માટેની જુવારની 46 જાતો જોવા મળે છે તેમાંથી સુરત જુવાર સંશોધન કેન્દ્રએ 19 જેટલી જાતો બહાર પાડી છે જે 17 રાજયકક્ષાએ તથા બે રાષ્ટ્રીયકક્ષાએ બે જાતો સંશોધિત કરીને બહાર પાડી છે. જુવારમાંથી કેન્સર, ડાયાબિટીસ, હાર્ટ જેવા રોગો સામે અસરકારક સાબિત થાય છે. આ ઉપરાંત વિટામીન, મિનરલ્સ, ફાયબર જેવા અનેક પોષકતત્વોથી ભરપુર હોય છે. જેથી દરેક નાગરિકોએ પોતાના ખોરાકમાં જુવારને સ્થાન આપવાનો અનુરોધ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...