તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Mother in law Did Not Help In The Work, The Wife Had To Do The Housework, The Husband Also Did Not Resolve The Issue And Reached The Point Of Divorce.

વિવાદ:સાસુ-નણંદે કામમાં મદદ ન કરતા પત્નીના માથે ઘરનું કામ આવી પડ્યું, પતિએ પણ ઉકેલ ન લાવતા છૂટાછેડા સુધી વાત પહોંચી

સુરતએક મહિનો પહેલાલેખક: સલીમ શેખ
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • કોરોનાકાળમાં નાની-નાની બાબતોમાં સંખ્યાબંધ દંપતિ અલગ થયા
  • લોકડાઉનમાં પતિ-પત્ની વધુ સમય સાથે રહેતા સ્વભાવગત આદતોથી ઝઘડા વધી ગયા

કોરોના કાળમાં અનેક દામ્પત્યજીવનમાં ખટરાગ ઉભો થયો છે ત્યાં કેટલાંક કિસ્સા એવા પણ બન્યા છે કે જેમાં પતિ-પત્ની જુદા રહેતા હોય અને લોકડાઉનમાં એકબીજાની ચિંતા થતાં ફરી એક થઈ ગયા હતા. 24 કલાક એક જ ઘરમાં એક સાથે રહેવાના લીધે પણ એકબીજાની કેટલીક અકળાવનારી આદતોના લીધે પણ દંપતી દુર થવાના કિસ્સા બન્યા છે. વોટર પ્યોરિફાઇવ બનાવવા માટે કારીગર ઘરે નહીં આવતા પણ ઝઘડાં થયા અને તે કોર્ટ સુધી પહોંચ્યા આ ઉપરાંત લોકડાઉનમાં નોકરાણી નહીં આવતા કામ કરીને પત્ની કમ્મર દુખતી થઈ ગઈ આખરે વાત કોર્ટ સુધી પહોંચી છે. એક કેસમાં તો પતિને કોરોના થતાં પત્ની ઘર છોડીને જતી રહી હતી.

ઘરનું કામ એકલી પત્ની પર આવતા છૂટાછેડાની નોબત
ઘોડદોડ રોડના પરિવારમાં નોકરાણી લોકડાઉનમાં આવી ન શકતા બધુ જ કામ પત્નીએ કરવાનો વારો આવ્યો. પત્નીએ ફરિયાદો પછી પણ પતિ કંઇ ન કરી શકતા આખરે પત્ની કંટાળીને પિયર જતી રહી અને બંને છૂટાછેડા લેવા કોર્ટમાં આવ્યા છે.

ઘરકામની ફરિયાદો પતિએ ન સાંભળતા છૂટાછેડા
નાનપુરામાં રહેતી જોઇન્ટ ફેમિલીમાં ઘરના કામ અંગે ઝઘડાં થયા, સાસુ અને નણંદ કામ કરતા નહતા. બધુ જ કામ પત્નીએ કરવાનું આવતું હતું. સમસ્યાનો કોઇ ઉકેલ ન આવ્યો. આખરે મામલો ફેમિલી કોર્ટ સુધી પહોંચી ગયો.‌

વોટર પ્યોરિફાયર માટે કારીગર ન આવતા દંપતિ ઝઘડ્યું
મજૂરાગેટની દંપતિના લગ્ન થોડા સમય પહેલાં જ થયા, હનિમૂન પર જવાના હતા ત્યાં લોકડાઉન આવ્યું, પ્લાનિંગ ભાંગી પડ્યું. ત્યારે વોટર પ્યોરિફાયર બગડી ગયું પણ કારીગર ન આવતા બંને વચ્ચે ઝઘડો થતા પતિ-પત્ની જુદા થઇ ગયા હતા.

લોકડાઉનમાં નાની-નાની બાબતોના ઝઘડાં વધ્યાં
લોકડાઉનમાં દંપતિ વચ્ચે નાની-નાની બાબતોના ઝઘડાં કોર્ટમાં આવ્યા છે. લાંબો સમય એક સાથે જ રહેવાનું આવતા ખટરાગ ઉભો થયો. સાયકોલોજિકલ સમસ્યાના કેસ પણ આ દરમિયાન સામે આવ્યા હતા . > હિરલ પાનવાલા, એડવોકેટ

અન્ય સમાચારો પણ છે...