અકસ્માત:ગોડાદરામાં બાઈક સવાર માતા-દીકરાને BRTSએ અડફેટે લીધા

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • બંને ઈજાગ્રસ્ત, લોકોએ ડ્રાઈવરને પોલીસને સોંપ્યો

બુધવારે રાત્રે ગોડાદરામાં બીઆરટીએસના ડ્રાઈવરે બેદરકારીથી બસ હંકારીને બાઈકસવાર મા-દીકરાને અડફેટે લેતા બંનેને ઈજા થઈ હતી.લોકોએ ડ્રાઈવરને પકડીને પોલીસને હવાલે કર્યો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ગોડાદરામાં સુમન સંકલ્પ એપાર્ટમેન્ટમાં રહેતા હસમુખ કાતરિયા રત્ન કલાકાર છે. તેમના કાકા ગીલાભાઈ વરાછામાં અર્ચના સ્કુલ પાસ સીતામર સોસાયટીમાં રહે છે.

ગીલાભાઈના દીકરાના લગ્નની તૈયારી ચાલે છે. તેથી હસમુખની માતાને ગીલાભાઈને ત્યાં જવાનું હતું. રાત્રે 9 વાગ્યે હસમુખભાઈ તેમની માતા લાભુબેનને બાઇક પર બેસાડીને તેમના કાકાના ઘરે જવા નીકળ્યા હતા. ગોડાદરા-પરવત રોડ પર કેપીટલ સ્ક્વેયર ચાર રસ્તા પાસેથી તેઓ પસાર થતા હતા.

ત્યારે બીઆરટીએસના ડ્રાઈવરે હસમુખની બાઈકને ટક્કર મારી હતી.ડ્રાઈવરનું નામ હર્ષદ ઠુમ્મર(રહે. કામરેજ) છે. હસમુખ અને તેમની માત લાભુબેન બંનેને ઇજા થઈ હતી. લાભુબેનને પગમાં વધુ વાગ્યું છે. પોલીસે ગુનો દાખલ કરીને આરોપી ડ્રાઈવર હર્ષદની ધરપકડ કરી છે.

અન્ય સમાચારો પણ છે...