તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાનો રાફડો ફાટ્યો:અઠવા અને રાંદેરમાં સૌથી વધુ પોઝિટિવ કેસ, સૌથી ઓછા લિંબાયતમાં, વધુ 350 દર્દીઓ ડિસ્ચાર્જ થયા

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પોઝિટિવની સંખ્યા 15000ની નજીક, શહેરમાં 263 સાજા
  • શહેરના 187, જિલ્લાના 50 મળી 237 કોરોના પોઝિટિવ, જિલ્લામાં બુધવારે એકેય મોત નહીં

બુધવારે શહેરમાં કોરોનાને લીધે ગોતાલાવાડી વિસ્તારની હોસ્પિટલના 1 તબીબનું નિધન થયું હતું, તેમજ શહેર અને જિલ્લામાં ડોક્ટરો, પાલિકા કર્મીઓ અને અલગ અલગ ધંધાર્થીઓ તેમજ નોકરી કરનારાઓ સહિત અનેક કોરોનાની ઝપેટમાં આવ્યા હતા.બુધવારે શહેરમાં કુલ 187 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જ્યારે જિલ્લામાં 50 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા બુધવારે કુલ 237 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. કુલ પોઝિટિવની સંખ્યા 14902 પર પહોંચી ગઈ હતી.

બુધવારે શહેરમાં કુલ 6 લોકોએ કોરોનામાં જીવ ગુમાવ્યો હતો જોકે જિલ્લામાં કોરોનાને લીધે એક પણ મોત નોંધાયું ન હતું.બુધવારે શહેરમાં 263 લોકોએ કોરોનાને માત આપી સાજા થયા હતા. જ્યારે જિલ્લામાં 87 મળી કુલ 350 લોકો સાજા થયા હતા.જેને પગલે કુલ ડિસ્ચાર્જ થયેલા લોકોની સંખ્યા 10671 પર પહોંચી ગઈ છે જોકે હજી 3582 લોકો કોરોના સામે જંગ લડી રહ્યા છે.

BHMS તબીબ સહિત શહેરમાં કોરોનાને લીધે 6 લોકોના મોત
કોરોનાની મહામારીમાં દર્દીઓની સારવારમાં લાગેલા બીએચએમએસ તબીબનું કોરોનાને પગલે નિધન થયું હતું. આ ઉપરાંત બુધવારે શહેરમાં 6 લોકોએ કોરોનામાં જીવ ખોયો હતો. જેમાં કાપોદ્રાના 69 વર્ષના વૃદ્ધ, સરથાણાના 37 વર્ષીય યુવક,સગરામપુરાની 60 વર્ષની વૃદ્ધા, સિંગણપુરની 60 વર્ષની વૃદ્ધા, ઉત્રાણના 72 વર્ષીય માજી અને 65 વર્ષીય હીરાબાગની વૃદ્ધાએ કોરોનામાં જીવ ગુમાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, બુધવારે જિલ્લામાં કોરોનાને લીધે એક પણ મોત નોંધાયું ન હતું.અત્યાર સુધીમાં શહેર અને જિલ્લા મળી કુલ 649 લોકો કોરોનામાં મૃત્યુ પામી ચુક્યા છે.

2 ડોક્ટરો, સફાઈ કર્મીઓ, સહિતનાઓ સંક્રમિત થયા
બુધવારે સ્મીમેરના 2 ડોક્ટર, સફાઈ કર્મીઓ, મનપા કર્મચારીઓ અને કાપડ બજાર સાથે સંકળાયેલા 5 વ્યક્તિઓ સહિત અનેકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. બુધવારે વેડ યુ.એચ.સી.ના કર્મચારી, ઉધના ઝોનના કર્મચારી, બમરોલી સી.એચ.સી.ના કર્મચારી, નવી સિવિલમાં નર્સ, પનાસ યુ.એચ.સી.ના પટાવાળા, જમીન દલાલ, ચાની દુકાને કામ કરનાર, એસ્સારના કર્મચારી અને ખાનગી ડોકટર સહિતનાઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...