કાર્યવાહી:ગજેરા સ્કૂલ, તપોવન સહિતની 23 સ્કૂલોમાં મચ્છરનાં બ્રીડિંગ મળ્યાં

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 2286 સ્પોટ ચેક કરાયાં, 27 નોડલ ઓફિસરોને નોટિસ ફટકારાઈ

મચ્છરજન્ય રોગો નાં નિયંત્રણ માટે પાલિકા ના વીબીડીસી વિભાગે ખાનગી સરકારી સ્કૂલ-કોલેજો મળી કુલ 409 પ્રિમાઈસીસો સર્વે કરાતાં કુલ 2286 સ્પોટ ચેક કરી 23 બ્રીડીંગ નો નાશ કરવામાં આવ્યો છે. સરકારી ખાનગી શાળા-કોલેજો મળી કુલ 27 જવાબદાર નોડલ ઓફિસરો ને નોટીસ ફટકારાઈ છે અને ઉત્રાણ ની ગજેરા સ્કુલ, તપોવન વિદ્યાલય, શાહપોર ની સર જે.જે.મિશ્ર શાળા, ઉધના ની ગુરુકૃપા સ્કૂલો પાસે કુલ 8700 નો વહીવટી ચાર્જ વસૂલ કરાયો છે. તો અન્ય શૈક્ષણિક સંસ્થાઓને નોટીસ આપવામાં આવી છે.

ઝોન પ્રમાણે આ સ્કૂલોને નોટિસ તથા દંડ ફટકારાયા

  • નોર્થ ઝોનમાં ગજેરા સ્કુલ, ઉત્રાણ 5 હજાર, તપોવન વિદ્યાલયને 1 હજારનો દંડ, 7ને નોટીસ
  • વેસ્ટ ઝોનમાં સરદાર સ્કુલ 1 હજારનો દંડ અને ૫ નોટીસ.
  • સેન્ટ્રલ ઝોનમાં સર જે જે મિશ્ર, શાહપોર 500, આઈપીએમ ગલ્સ સ્કૂલ, માછલીપીઠ 500નો દંડ અને 1 નોટીસ
  • સાઉથ ઝોનમાં ગુરુકૃપા વિદ્યાલય-500, વહીવટી ખર્ચ, 7 ને નોટીસ અપાઇ છે.
  • ઇસ્ટ-એ ઝોનમાં નાલંદા સ્કૂલ 200 વહીવટી ખર્ચ વસૂલી 2 ને નોટીસ.
  • ઇસ્ટ–બી ઝોનમાં ખાનગી શાળા કોલેજો મળી કુલ 3 ને નોટીસ આપવામાં આવી.
  • સા-ઇસ્ટ ઝોનમાં 3 ને નોટીસ અપાઈ.
  • સા-વેસ્ટ ઝોનમાં કુલ 33 સ્થળો ચેક કરાતા 1 ને નોટીસ આપવામાં આવી.
અન્ય સમાચારો પણ છે...