તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:28 હોસ્પિટલોમાં મચ્છરના બ્રિડિંગ મળ્યા, 21st સેન્ચુરી સહિતનાને દંડ

સુરત22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • નોડલ ઓફિસરને નોટિસ ફટકારાઇ: ENT હોસ્પિટલને 2 હજાર, વિનસને 1500નો દંડ, 49 સ્થળે બ્રિડિંગનો નાશ કરાવવામાં આવ્યો

શહેરમાં મચ્છરજન્ય રોગચાળાએ માથું ઊંચક્યું છે ત્યારે પાલિકાએ શુક્રવારે હોસ્પિટલોમાં સર્વે કરતાં 28 હોસ્પિટલોને નોટિસ ફટકારી છે અને 15 પાસેથી 34,600નો વહીવટી ખર્ચ વસુલ કર્યો છે. કર્મચારીઓએ સમગ્ર શહેરમાં આવેલી 617 હોસ્પિટલોનું સવારથી સર્વે હાથ ધરી 3847 સ્પોટનો સર્વે કરી કુલ 49 સ્થળે બ્રિડિંગનો નાશ કરાવવામાં આવ્યો હતો તથા 28 હોસ્પિટલોના જવાબદાર નોડલ ઓફિસરને નોટિસ ઈશ્યૂ કરવામાં આવી હતી.

આ હોસ્પિટલોને પાલિકાએ દંડ ફટકાર્યો

  • સાઉથ ઝોનમાં ડ્રીમ ચિલ્ડ્રન હો., પાંડેસરાને 2500, સર્મપણને 2500, સ્ક્રીન કોસ્મેટીકને 2500, સચિન સાર્વજનિકને 2500, સતાધારને 1 હજાર, મમતાને 500, શ્રી જનરલને 500નો દંડ ફટાકારાયો હતો.
  • સેન્ટ્રલ ઝોનમાં 21 ફર્સ્ટ સેન્ચુરીને 5 હજાર, ઈ.એન.ટીને 2 હજાર, વિનસ હોસ્પીટલને 1500 દંડ.
  • ઈસ્ટ-એ ઝોનમાં મિત્રાને 2 હજાર, શિરોયાને 2 હજાર, જનપ્રિયને 1 હજાર, ગૌરવને 1 હજાર, મન્નત હોસ્પિટલ 300, જીવનદીપ કલીનીક નિલકંઠ સોસાયટી ને 300 દંડ.
  • વેસ્ટ ઝોનમાં 7ને નોટીસ આપવામાં આવી. અંજની હોસ્પિટલ સીટી સ્કેવર મોરાભાગળને 4હજાર દંડ ફટકારાયો હતો.
  • સા. ઇસ્ટ ઝોનમાં આસ્થા હોસ્પિટલ ડિંડોલીને 1 હજાર, ઉમા હોસ્પિટલ ડિડોલીને 1 હજાર, સાઈકૃપા નવાગામને 500.
  • નોર્થ ઝોનમાં એકને નોટીસ આપી શિવાય હોસ્પિટલને 1 હજાર દંડ.
  • ઈસ્ટ-બી ઝોનમાં અને સા.વેસ્ટ ઝોનમાં 3-3 હોસ્પિટલને નોટિસ.
અન્ય સમાચારો પણ છે...