તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરતની આશા જીવી ગઈ:શહેરમાં 25 દિવસ પછી મૃત્યુઆંક 10ની નીચે, સિવિલ-સ્મીમેર સહિત 7 મોટી હોસ્પિટલમાં મૃત્યુદર 44 ટકા ઘટ્યો

સુરત10 દિવસ પહેલાલેખક: મેહુલ પટેલ
 • કૉપી લિંક
 • 60% નવા દર્દીઓ ઘટ્યા, 67% બેડ ઇન્ક્વાયરી ઘટી, 75% કોલ 104ના અને 68% કોલ 108ના ઘટી ગયા
 • RTPCRનો પોઝિટિવ રેટ 22%થી ઘટી 10% થયો, ગંભીર દર્દીઓની સંખ્યા 36% ઘટી અને ઓક્સિજનનો વપરાશ 5% ઘટ્યો
 • કોરોનાનો પોઝિટિવીટી રેટ પણ 10 ટકાથી ઘટીને 5 ટકા પર આવ્યો

સુરત શહેરની સિવીલ હોસ્પિટલ, સ્મીમેર સહિત મોટી સાત ખાનગી હોસ્પિટલોમાં ‘દિવ્ય ભાસ્કરે’ સ્થિતિ અંગે રિયાલીટી ચેક કર્યું હતુ. એક સપ્તાહ અગાઉ અને રવિવારની સ્થિતિમાં મોટો તફાવત જોવા મળ્યો હતો. હોસ્પિટલોમાં દાખલ થતાં નવા દર્દીઓની સંખ્યા 60 ટકા ઘટી ગઈ હતી. તે જ રીતે, બેડ માટે રોજ આવતી ઈન્કવાયરીમાં પણ 67 ટકાનો ધરખમ ઘટાડો થયો છે. જયારે મૃત્યુમાં પણ 44 ટકાનો ઘટાડો થયો છે.

આ અંગે પાલિકાના હેલ્થ વિભાગના ડેપ્યુટી કમિશનર ડો.આશિષ નાયકે ‘દિવ્ય ભાસ્કર’ સાથેની વાતચીતમાં કહ્યું કે, આરટીપીસીઆર ટેસ્ટનો પોઝિટિવ રેટ 22 ટકાથી ઘટીને દસ ટકા થઈ ગયો છે. જયારે પોઝેટિવિટી રેટનો દર પણ 7 થી દસ ટકા ઘટીને પાંચ ટકા પર આવી ગયો છે. 108ને દૈનિક ધોરણે મળતા કોલની સંખ્યામાં 68 ટકા જયારે 104ને મળતાં કોલની સંખ્યામાં 75 ટકા ઘટાડો થયો છે.

બીજી તરફ, શહેરના સ્મશાનમાં અત્યારસુધી 12 થી 16 કલાકનું વેઈટીંગ રહેતું હતુ. હવે આ પણ રહ્યું નથી અને સ્મશાનમા અંતિમવિધિ માટે આવતા મૃતદેહો પણ ઘટી ગયા હોવાનું જાણવા મળ્યું છે. જનરલ પ્રેકટીસ કરતા ડોકટરોને ત્યાં પણ અગાઉ રોજની ઓપીડીમાં 60 થી 70 લોકો આવતા હતા જે સંખ્યા ઘટીને 10 પર આવી ગઈ છે. પરંતુ હજુ ખાનગી હોસ્પિટલોના બેડ ભરાયેલા છે. કેસ ઓછા થયા છે પરંતુ ગંભીર દર્દીઓની સંખ્યા વધુ હોવાના કારણે હજુ હોસ્પિટલોમાં બેડનું ભારણ ઘટતા દસ દિવસ લાગશે તેમ ડોકટરોનું કહેવું છે. જો કે, સરકારી સિવીલ અને સ્મીમેર હોસ્પિટલમાં બેડ ખાલી થયા છે. સરકારી સહિત સાત મોટી ખાનગી હોસ્પિટલોમાં ઓકિસજનના વપરાશમાં પણ પાંચ ટકાનો ઘટાડો થયો છે.

અપીલ : હોસ્પિટલોમાં બેડનું ભારણ ઘટ્યું, સ્થિતિ સુધરી પણ માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ અને વેક્સિન લઇ કોરોનાને હરાવીએ
​​​​​​​
શહેરના ડોકટરોનું કહેવું છે કે, સુરત શહેરમાં કોરોનાની સ્થિતિ સુધરી રહી છે પરંતુ હજુ પણ લોકોએ સાવચેતી રાખવાની જરૂરિયાત છે. હજુ સ્થિતિ સંપૂર્ણ કાબુમાં ન આવે ત્યાં સુધી લોકોએ કામ વગર બહાર નીકળવું જોઈએ નહીં અને જો ઘરની બહાર નીકળે તો માસ્ક ફરજિયાત પહેરવું જોઈએ તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું દજોઈએ. દરેક લોકોએ લાઈનમાં ઉભી રહીને વેકસિન લેવી જોઈએ જેથી ત્રીજી વેવના ખતરા સામે પણ આપણે સુરક્ષિત રહી શકીએ.

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો