તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાહતના સમાચાર:સુરતમાં મૃત્યુદર ઘટ્યો, રવિવારે તમામ સ્મશાન ખાલીખમ, સત્તાવાર રીતે કોરોનાથી માત્ર 9 મોત

સુરત15 દિવસ પહેલા
 • કૉપી લિંક

સુરતમાં કોરોના કહેર બાદ રાહતના સમાચાર મળી રહ્યા છે. શહેર અને જિલ્લામાં ધીમે ધીમે કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. જેને પગલે કોરોનાના દર્દીઓના મૃત્યુ દરમાં પણ ઘટાડો થયો છે. 25 દિવસ બાદ રવિવારે શહેરમાં કોરોનાના દર્દીના મોતની સંખ્યા ઘટીને દસની નીચે પહોંચીને 9 નોંધાઈ છે.

સુરતના તમામ સ્મશાનમાં પણ એકલ દોકલ મૃતદેહ જ અંતિમસંસ્કાર માટે લવાયા હતા. સુરતના અશ્વિનીકુમાર, ઉમરા અને કુરુક્ષેત્ર સ્મશાનગૃહો છેલ્લા લગભગ 25 દિવસથી 24 કલાક ચાલુ રહેતાં હતાં અને અંતિમસંસ્કાર માટે 18થી 24 કલાકનું વેઇટિંગ ચાલતું હતું તે હવે સુમસામ થઈ રહ્યાંં છે. જે દર્શાવે છે કે શહેરમાં મૃત્યુ પામતા લોકોની સંખ્યા ખૂબ જ ઘટી ગઈ છે. હોસ્પિટલોમાં પણ નવા દાખલ દર્દીઓની સંખ્યા 60 ટકા જેટલી ઘટી ગઈ છે. હોસ્પિટલોમાં ઓપીડીમાં ધરખમ ઘટાડો થઈ રહ્યો છે. ડોક્ટરોનું કહેવું છે કે હોસ્પિટલોમાં 10 દિવસ પછી બેડનું ભારણ પણ ઘણું ઓછુ થઈ જશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો