કામગીરી:આજે રાજમાર્ગ, વરાછા, લિંબાયતમાં સવારનો પાણી પુરવઠો અપાશે નહીં

સુરત6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાલિકાના હાઇડ્રોલિક વિભાગની રાઉન્ડ ધ ક્લોક કામગીરી
  • ડુંભાલમાં લાઇન જોડાણ થઈ ગયું, પણ ટાંકી ભરાતા સમય લાગશે

ડુંભાલમાં નવી પાણી લાઈનનું નેટવર્ક ગોઠવી દેવાયા બાદ તેને જુની લાઇનથી જોડાણ આપવાની કામગીરી બુધવાર સવારથી શરૂ કરાતાં વરાછા, લિંબાયત અને સેન્ટ્રલ ઝોનમાં મોડી સાંજ અને ગુરુવાર વહેલી સવારનો પાણી સપ્લાય પુરવઠો બાધિત થયો હતો.

હાઇડ્રોલિક વિભાગે મંગળવારે પુરવઠો વધુ માત્રામાં ફાળવ્યો હતો. પાલિકાએ ડુંભાલના ઇન્ટર સિટી રોડ આંજણા ખાતે ટોરેન્ટ પાવરના સબ સ્ટેશન પાસે ખાડી નજીકથી પસાર થતી 600 મીમી વ્યાસની જુની લાઇન બદલી નવી નાંખી હતી. નેટવર્ક સ્થાપી લેવાયા બાદ હયાત 450 મીમી વ્યાસની લાઇન સાથે જોડાણની કામગીરી 23 નવેમ્બરને બુધવારે સવારે 8 વાગ્યાથી શરૂ કરાઇ હતી,

જેના પગલે બુધવારે વરાછા, મગોબ-ડુંભાલ, એકે રોડ, ફુલપાડા, સેન્ટ્રલ ઝોનના દિલ્હી ગેટથી ચોકબજાર તરફ, રાજમાર્ગનો ઉત્તર તરફનો વિસ્તાર, મહિધરપુરાથી નાણાંવટ જ્યારે લિંબાયત ઝોનમાં ડિંડોલી, હાઉસિંગ બોર્ડ ખાતે પાણી કાપ રહ્યો હતો.

જોડાણની કામગીરીને પગલે ટાંકીઓ ભરવામાં સમય લાગે તેમ હોવાથી 24 નવેમ્બરને ગુરુવારે મગોબ-ડુંભાલ, એકે રોડ, ફુલપાડા, આઇ માતા રોડ લિંબાયત-ડિંડોલી હાઉસિંગ બોર્ડથી સિદ્ધિ વિનાયક સોસાયટી અને સેન્ટ્રલ ઝોનનો રાજમાર્ગથી દક્ષિણ વિસ્તારમાં સવારનો પાણી સપ્લાય પણ ખોરવાશે. જોડાણ કામગીરી પૂર્ણ થતાં અસરગ્રસ્ત વિસ્તારોમાં પ્રાયોરિટીના ધોરણે પાણી સપ્લાયની વ્યૂહ રચના નક્કી કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...