હવામાન:લિંબાયતમાં સવારે વરસાદી ઝાપટાં, હળવા વરસાદની વકી

સુરત12 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પવનની ઝડપ સરેરાશ 12થી 16 કિલોમીટર પ્રતિકલાકની રહેવાની સંભાવના વ્યક્ત કરાઈ

સુરત શહેરમાં અઠવાડિયાથી વરસાદના વિરામ વચ્ચે લિંબાયત વિસ્તારમાં સવારે વરસાદી ઝાપટા પડ્યા હતા. જ્યારે અન્ય વિસ્તારો કોરાકટ રહેવા પામ્યા હતા. આગામી દિવસોમાં આકાશ સંપૂર્ણપણે વાદળછાયું રહેવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

આવતીકાલથી વરસાદી માહોલ વચ્ચે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. મહત્તમ તાપમાન 32.3 ડિગ્રીથી 34 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 26.1 ડિગ્રીથી 26.5 ડિગ્રી વચ્ચે રહેશે. પવનની ઝડપ સરેરાશ 12થી 16 કિલોમીટર પ્રતિકલાકની રહેવાની સંભાવના છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, મંગળવારે શહેરનું મહત્તમ તાપમાન 32.1 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 27.2 ડિગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં સવારે ભેજનું પ્રમાણ 79 ટકા અને સાંજે 73 ટકા રહ્યું હતું. સાઉથ-વેસ્ટ દિશાથી 9 કિ.મીની ગતિએ પવનો ફૂંકાયા હતા.

બીજી તરફ ઉપરવાસમાં વરસાદનો વિરામ છે. ઉકાઇ ડેમની સપાટી 3334.67 ફૂટ નોંધાઇ છે. ડેમમાં ઇનફલો 37986 અને આઉટફલો 23476 ક્યુસેક છે. જ્યારે રૂલ લેવલ 333 ફૂટ છે. વિયર કમ કોઝવેની સપાટી 6.88 મીટર છે. નોંધનીય છે કે, આજે સવારે શહેરના કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...