બોગસ બિલિંગ સાફ કરવા આદેશ:10 પેઢીઓમાં વધુ 92 કરોડના ટ્રાન્ઝેક્શન મળ્યા, 7 પેઢીમાં ડોક્યુમેન્ટ ખોટા નીકળ્યા

સુરત23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઉત્તરાયણ બાદ પણ તપાસની સંભાવના, બોગસ બિલિંગ સાફ કરવા આદેશ

બોગસ બિલિંગ કરનારાઓ પર રાજ્યની સાથે સુરતમાં પણ દરોડા યથાવત રખાયા છે. કૌભાંડની સતત બદલાઈ રહેલી મોડસ ઓપરેન્ડી વચ્ચે એસજીએસટી વિભાગે પણ કૌભાંડીઓને-પેઢીઓને શોધવાની કામગીરી ચાલુ રાખી છે. આજે વધુ 19 પેઢીઓમાં તપાસ કરાતા 10 પેઢીઓ બોગસ નિકળી હતી. આ પેઢીઓમાં બોગસ ડોક્યુમેન્ટના આધારે નંબર લેવાયો હતો. કુલ 92 કરોડના બોગસ ટ્રન્ઝેક્શન પણ આ પેઢીઓ મારફત કરાયા હતા. અધિકારીઓ ઉતરાણ બાદ પણ સ્થળ તપાસ ચાલુ રાખે એવી સંભાવના છે.

સ્ટેટ જીએસટીના ચીફ કમિશનર મિલિન્દ તોરવણે હાલ રાજ્યમાં ચાલી રહેલી બોગસ બિલિંગ સામેની લડાઈનું મોનિટરિંગ કરી રહ્યા છે. સ્થાનિક લેવલે એન્ફોર્સમેન્ટ વિંગની આગેવાની મૌસમી દવે કરી રહ્યા છે. કુલ 19 પેઢીઓ પર તપાસમાં 10 પેઢીઓ બોગસ હતી. તો તેમાંથી 7 પેઢીમાં ડોકયુમેન્ટ બોગસ હતા. 3માં ડોકયુમેન્ટનો દુરુપયોગ કરાયો હતો. નવની કોઇ માહીતી જ નથી. તપાસમાં સામે આવ્યું હતું કે, કુલ 90 કરોડના બોગસ ટ્રાન્ઝેક્શન દ્વારા રૂપિયા 14.26 કરોડની વેરાશાખ (ઇનપુટ ટેક્સ ક્રેડિટ) પાસઓન કરવામાં આવી હતી. આ વેરાશાખ પરત મેળવવા માટે હાલ અધિકારીઓ મુખ્ય લાભકર્તાઓને શોધી રહ્યા છે.

ધરપકડ પણ જરૂરી
વેરાશાખ રિકવર કરવાની સાથે કૌભાંડ કરનારની ધરપકડ પણ જરૂરી છે. 5 કરોડથી વધુનું કાંડ થાય તો ધરપકડ કરાય છે.> નદીમ ઇસ્માઇલ ચૌધરી, એડવોકટ

અન્ય સમાચારો પણ છે...