તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના કાળમાં પણ ગ્રોથ:શહેરમાં રૂપિયા 50 લાખથી વધુની મિલકતના ચાર હજાર કરોડના ટ્રાન્ઝેકશન થયા

સુરતએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • રિઅલ એસ્ટેટના ગ્રોથની સ્પિડ ફરી પકડાય તેવી આશા

શહેરમાં રીઅલ એસ્ટેટની તેજીને કોરોનાએ બ્રેક મારી હતી જો કે, આ બ્રેક બાદ આ સેકટરમાં ફરી તેજીનો પવન ફુંકાઈ એવી આશા બિલ્ડરો અને એક્સપર્ટ દાખવી રહ્યા છે ખાસ કરીને ડાયમંડ બુર્સના આગમન સાથે તેજીને વધુ વેગ મળે એવી સંભાવના છે. વર્ષ 2019માં જ્યાં 12 લાખ જેટલાં દસ્તાવેજ નોંધાયા હતા ત્યાં કોરોના આગમનના લીધે 2020માં આ સંખ્યા સીધી દોઢ લાખ પર આવી ગઈ હતી.

બીજી તરફ આઇટીના આંકડા ચકાસીએ તો 2020માં શહેરમાં 50 લાખથી ઉપરની મિલકતોના રૂપિયા ચાર હજાર કરોડના ટ્રાન્ઝેકશન થયા છે. જેમાં આઇટીને 40 કરોડની આવક થઈ છે. જ્યારે સ્ટેમ્પ ડયૂટી વખતે ભરાતી ફીમાં પણ સરકારને 1200 કરોડથી વધુની આવક થઈ છે.

તૈયાર ફ્લેટની ડિમાન્ડ વધુ
‘સ્થિતિ સુધરી રહી હતી ત્યારે કોવિડે ફરી માથું ઉંચક્યુ છે. નવા પ્રોજેક્ટ તો આવી રહ્યા છે પરંતુ બિલ્ડરો પણ જાણે છે કે ઇન્કવાયરી એટલી આવશે નહી અને રીઆલિટી એ પણ છે કે ઇન્કવાયરી વધુ આવી રહી નથી. ખાસ કરીને નવા પ્રોજેકટની બુકિંગના કેસમાં. પરંતુ જ્યાં તૈયાર ફલેટ છે તે ઇન્કવાયરી આવી રહી છે.

અગાઉ સુરતમાં સિસ્ટમ હતી કે પ્રોજેકટ શરૂ થાય ત્યારે બુકિંનગા અઢી કે ત્રણ વર્ષના ગાળામાં પઝેશન મળી જતુ હતુ. પરંતુ હાલ કોરોનાની સ્થિતિના લીધે અને રેરા હોવા છતાં પઝેશન સમય પણ મળી જ રહેશે કે કેમ એ અંગે લોકોના શંકા છે. આથી જ તૈયાર ફ્લેટ જયાં છે તેની ડિમાન્ડ વધુ છે. સમગ્ર સ્થિતિ ત્યારે જ સુધરતી દેખાઈ છે જ્યારે કોરોનાના ખતરામાંથી સંપૂર્ણ રીતે બહાર આવી જઇએ. આંશિક લોકડાઉન કે નિમયંત્રોની પણ દરેક ધંધા પર અસર પડે જ છે. છતાં સુરતનો ગ્રોથ જોતા લાગે છે કે રીઅલ એસ્ટેટ આગળ જતાં સારુ પર્ફોમન્સ કરશે જ. ’

પહેલાં ત્રણ મહિના
2021ના ત્રણ મહિનામાં મહદઅંશે કોરોનાનો ડર ગાયબ હતો જાન્યુ.માસમાં 16 હજાર, ફેબ્રુઆરીમાં 17 હજાર અને માર્ચના મધ્ય સુધી 10 હજાર ડોક્યુમેન્ટ નોંધાયા હતા. આ ત્રણ મહિનામાં ફી પેટે સરકારને 34 કરોડની આવક થઈ છે.

ટ્રાન્ઝેકશન યથાવત
શહેરમાં રૂપિયા 50 લાખથી વધુની પ્રોપર્ટીના સતત ટ્રાન્ઝેકશન થઈ રહ્યા છે. જ્યાં કોરોના કાળમાં એટલે કે 1લી એપ્રિલ 2020થી માર્ચ, 2021 દરમિયાન પણ ચાર હજાર કરોડના ટ્રાન્ઝેકશન થયા છે.

2019માં સ્પિડ પકડી હતી
તમામના આશ્ચર્યની વચ્ચે 2019માં રોકેટ ગતિએ રીઅલ એસ્ટેટ માર્કેટ ઉંચકાયુ હતુ. દસ્તાવેજ નોંધણીના આંકડા પર નજર નાંખીએ તો જ્યાં વર્ષ 2018માં જાન્યુઆરીથી ડિસેમ્બરના ગાળામાં બે લાખ મિલકતના દસ્તાવેજ નોંધાયા હતા જેમાં ફી પેટે સરકારને રૂપિયા 200 કરોડની આવક થઈ હતી. જ્યારે 2019માં 12 લાખ જેટલાં ડોક્યુમેન્ટ નોંધાયા હતા. અને સરકારને 1048 કરોડની ફીની આવક થઈ હતી. 2020માં કોરોના કાળના લીધે દસ્તાવેજ નોંધણીની સંખ્યા સીધી દોઢ લાખ પર આવી ગઈ હતી અને ફીસની આવક પણ ડાઉન થઈ 150 કરોડ પર આવી ગઈ હતી.

શહેરમાં 25 માળનાં 6 બિલ્ડિંગ બનશે ટેક્સટાઇલ માર્કેટ પણ વર્ટિકલ જશે
25 માળનાં હાલ 2 જ બિલ્ડિંગ

​​​​​​​ પાલિતકા દ્વારા નિમવામાં આવેલા રિવ્યૂવર દ્વારા શહેરમાં પાંચ વિસ્તાતરમાં 80 થી 85 મિટર સુધીની છ બિલ્ડિંગ બનવા જઈ રહી છે. શહેરમાં હાલ આ પ્રકારની બેજ બિલ્ડિંગ છે. બોમ્બે જેવી ઇમારતો વિકસે એ માટે પણ સરકાર દ્વારા 72 માળની બિલ્ડિંગની પરમીશન આપવામાં આવી છે. પરંતુ શહેરની માટી મુંબઇ અને અમદાવાદ કરતાં પોચી હોય અહીં કન્સ્ટ્રકશન કોસ્ટ વધશે એવું એક્સર્પટ કહી રહ્યા છે.

કયા-કયા વિસ્તારમાં બિલ્ડિંગ બનશે
​​​​​​​હાલ વીઆઇપી રોડ અને પાલ ખાતે 25 માળથી વધુની બિલ્ડિંગ બની રહી છે, હાલ પાલિકા દ્વારા નિમવામાં આવેલા રીવ્યુવર એવા એસવીએનઆઇટીના સ્ટ્રકચરલ ઇન્જિનિયર અતુલ દેસાઇ દ્વારા છ બિલ્ડિંગ પાસ કરવામાં આવી છે જ તમામ 80 મીટરથી વધુની છે. હવે તેમના રિપોર્ટના આધારે પાલિકા આગળની તમામ મંજૂરીઓને લીલીઝંડી આપશે. આ છ બિલ્ડિંગ જો જ્યાં બનવા જઈ રહી છે તેમાં આંજણા, અલથાણ, પિપલોદ, પાલ અને અડાજણનો સમાવેશ થાય છે.

એક ટેક્સટાઇલ માર્કેટ પૂણા કુંભારિયામાં બનશે
​​​​​​​છ બિલ્ડિંગમાં પાંચ રેસિડેન્સિયલ તો એક ટેક્સટાઇલ માર્કેટ છે. પૂણા કુંભારિયા ખાતે 80 મીટરથી વધુની માર્કેટ બનવા જઇ રહી છે. જે આ શહેરની સૌથી ઉંચી ટેક્સટાઇલ માર્કેટ બની રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો