તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાન:રામ મંદિર માટે 40 કરોડ રૂપિયાથી વધુનું દાન માત્ર સુરતમાંથી જ કરાયું

સુરત3 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સમગ્ર દેશમાંથી રૂ. 1600 કરોડથી વધુનું દાન આવ્યું

શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ સમિતિ દ્વારા સમગ્ર દેશમાં રામ મંદિરના નિર્માણ માટે નિધિ સંગ્રહનું અભિયાન ચલાવવામાં આવ્યું છે. જે 27 ફેબ્રુઆરી સુધી ચાલશે. આ અભિયાન અંતર્ગત દેશના ઉદ્યોગપતિઓથી લઈને ગરીબ, મજદૂર બધાને મંદિર નિર્માણમાં સહભાગી બનવાની અપીલ કરાઈ હતી. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ, સમગ્ર દેશમાંથી મળેલા 1600 કરોડથી વધુનાં દાનમાંથી માત્ર સુરતમાંથી જ 40 કરોડથી વધુનું દાન મળ્યું છે. થોડા સમય પહેલા જ્યારે રામ મંદિર તીર્થ ક્ષેત્રના કોષાધ્યક્ષ ગોવિંદદેવ ગિરીજી સુરતમાં આવ્યા હતા ત્યારે પણ એમણે જણાવ્યું હતું કે, સંપૂર્ણ ભારતની સાથે-સાથે સુરતમાંથી રામ મંદિર માટે ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

એમણે ત્યારે જણાવ્યું હતું કે, 11મી ફેબ્રુઆરી સુધીમાં સમગ્ર દેશમાંથી કુલ 1511 કરોડની રાશિ એકત્ર થઈ છે. મંદિર માટે આવેલા સંપૂર્ણ દાનની વિગત 28મી ફેબ્રુઆરી પછી સાર્વજનિક કરવામાં આવશે. પરંતુ લોકલ સૂત્રોએ જણાવ્યા પ્રમાણે 7-8 માર્ચની આજુબાજુ દાન વિશેની સમગ્ર માહિતી સામે આવશે. હજુ સુધી કોઇપણ શહેર કે રાજ્યમાંથી મળેલા દાન વિશે સત્તાવાર જાહેરાત કરાઈ નથી. નિધિ એકત્ર અભિયાન 27 ફેબ્રુઆરી સુધી ચાલશે. ત્યારબાદ કૂપન થકી દાન સ્વીકારવાનું બંધ કરી દેવાશે. ત્યારબાદ ઓનલાઇન દાન કરી શકશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો