દિલધડક લૂંટ:સુરતમાં સોનાના વેપારી પાસેથી દોઢ કરોડથી વધુની લૂંટ, મોપેડ પર આવેલા 3 શખ્સોએ હથિયાર બતાવી થેલો ઝૂંટવ્યો

સુરત14 દિવસ પહેલા
મોપેડ પર આવેલા લૂંટારૂઓ CCTVમાં કેદ થયા હતાં
  • લૂંટારૂઓ CCTVમાં કેદ થતાં પોલીસે તપાસ હાથ ધરી
  • લૂંટારૂઓએ રેકી કરીને લૂંટ ચલાવી હોવાની આશંકા

સુરતના મહિધરપુરા વિસ્તારમાં આવેલી કંસારા શેરીમાં લૂંટની ઘટના બની છે. મોપેડ પર આવેલા 3 લૂંટારૂઓએ સોનાના વેપારી પાસેથી દોઢ કરોડથી વધુની લૂંટ ચલાવી છે. લૂંટારૂઓએ ચપ્પુ જેવું હથિયાર બતાવીને થેલો ઝૂંટવી લઈ ફરાર થઈ ગયાના CCTV સામે આવ્યાં છે. જેથી પોલીસના ઉચ્ચ અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. એસીપી, બી. એમ. વસાવાએ જણાવ્યું હતું કે, પોલીસને હાલ લૂંટ અંગેની જાણ કરવામાં આવી છે. જેથી પોલીસે સમગ્ર ઘટનામાં ફરિયાદ નોધવાથી લઈને વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસની અલગ અલગ ટીમોએ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.
પોલીસની અલગ અલગ ટીમોએ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.

હથિયાર બતાવી લૂંટ
મોપેડ પર આવેલા ત્રણ યુવકો તેમના ચહેરા પર માસ્ક બાંધ્યા હતાં. પાછળ બેઠેલાએ ચહેરો ન દેખાય તે માટે લાંબો રૂમાલ પણ બાંધ્યો હતો. લૂંટારૂઓએ ચપ્પુ જેવું હથિયાર બતાવીને થેલો લૂંટી લીધો હતો. બાદમાં વેપારીએ પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયાં હતાં.સાથે જ લૂંટની ફરિયાદ નોધવાની સાથે વધુ તપાસ હાથ ધરી છે.

ચહેરાની ઓળખ છૂપાવવા લૂંટારૂઓએ માસ્ક અને રૂમાલ ચહેરા પર બાંધ્યા હોવાનું સામે આવ્યું છે.
ચહેરાની ઓળખ છૂપાવવા લૂંટારૂઓએ માસ્ક અને રૂમાલ ચહેરા પર બાંધ્યા હોવાનું સામે આવ્યું છે.

લૂંટારૂ CCTVમાં કેદ
મહિધરપુરાની કંસારા શેરીમાં લૂંટ ચલાવનારા લૂંટારા CCTVમાં કેદ થઈ ગયાં હતાં.લૂંટારૂઓ સફેદ કલરની મોપેડ પર આવ્યાં હતાં. લૂંટ ચલાવીને આરામથી મોપેડને યુ ટર્ન કરીને નાસી જતાં CCTVમાં કેદ થઈ ગયાં છે. CCTVના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

રેકી કરીને આવ્યા હોય તેમ લૂંટારૂઓ થેલો ઝૂંટવી નાસી ગયા હતાં.
રેકી કરીને આવ્યા હોય તેમ લૂંટારૂઓ થેલો ઝૂંટવી નાસી ગયા હતાં.

પોલીસના ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા
કરોડથી વધુની લૂંટ થઈ હોવાનું સામે આવતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યાં હતાં. એસીપી, બી. એમ. વસાવાએ જણાવ્યું હતું કે,લૂંટ થયાનો કોલ મળ્યો હતો. તેની તપાસ ચાલુ છે. લૂંટમાં શું લૂંટાયું તે અંગે મૌન સેવતા વસાવાએ ઉમેર્યું કે, હાલ ફરિયાદ નોધવાની કામગીરી ચાલે છે. ક્યા વેપારી હતા અને થેલામાં શું હતું તે અંગેની તપાસ ચાલુ છે.

પોલીસના ઉચ્ચ અધિકારીઓએ લૂંટની તપાસ આદરી છે.
પોલીસના ઉચ્ચ અધિકારીઓએ લૂંટની તપાસ આદરી છે.

રોકડ રૂપિયા હતા-સૂત્રો
પોલીસ સૂત્રો કહે છે કે, એક સોની લગભગ દોઢ કરોડના સોનાની ડિલિવરી આપી રોકડ રૂપિયા લઈ ઓફિસે જવા નીકળ્યો હતો. ત્યારે કંસારા શેરીમાંથી પસાર થતી વખતે બાઇક સવાર ઈસમોએ આતરી ચપ્પીની અણીએ રૂપિયા ભરેલું બેગ લઈ ભાગી ગયા હતાં. ભરબપોરે બનેલી ઘટનાની જાણ લગભગ પોલીસને સાંજે 4 વાગે થતા પોલીસ અધિકારીઓ દોડતા થઈ ગયા હતા. હાલ મહિધરપુરા પોલીસ કંસારા શેરીમાં સ્થળ તપાસ કરી લૂંટારૂઓનું પગેરું શોધી રહી છે. જ્યારે બીજી બાજુ ડીસીપીના અધિકારીઓ પોલીસ સ્ટેશનમાં ફરિયાદીની ફરિયાદ લઈ રહ્યા છે.

પોલીસે ઘટના સ્થળે પહોંચી લૂંટારૂઓને ઝડપા ચક્રો ગતિમાન કર્યા છે.
પોલીસે ઘટના સ્થળે પહોંચી લૂંટારૂઓને ઝડપા ચક્રો ગતિમાન કર્યા છે.

ચપ્પુનું કવર હાથમાં હતું-પ્રત્યક્ષદર્શી
લૂંટની ઘટનાને નજરે જોનાર ગિરીશભાઈ પારેખએ જણાવ્યું હતું કે,મોપેડ પર આવેલા ત્રણ શખ્સો ઝપાઝપી કરી રહ્યા હતા. વેપારીને ચપ્પુ બતાવી થેલો લૂંટી લીધો હતો. ગણતરીની સેકેન્ડમાં લૂંટારૂઓ લૂંટ ચલાવી ભાગી ગયા હતા. ચપ્પુનું કવર પણ લૂંટારુઓના હાથમાં હતું.