કામગીરી:90થી વધુ સોસાયટીમાં RCC રોડ બનશે, માંગ પ્રમાણે મંજૂરી અપાશે

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સોસાયટીઓએ માત્ર 500 રૂપિયા ફી સાથે ફોર્મ ભરવાનું રહેશે
  • સરકારી ગ્રાન્ટના​​​​​​​ 70%, સ્થાનિક ગ્રાન્ટના 10%, પાલિકા 20% ભોગવશે

શહેરની સોસાયટીઓના રોડ સિમેન્ટ કોંક્રિટના બનાવવા અગાઉ જાહેર કરાયેલી પૉલીસી પર હવે પાલિકા આગળ વધશે. ગત સ્થાયી સમિતિમાં આ માટે યુનિટ રેટ 46.67 લાખથી 23.40 ટકા ઉંચા ભાવને મંજૂરીની મહોર મારી દેવાઇ હતી. તેથી 3 મહિનાથી સીસી રોડની નવી પૉલીસી હેઠળ સીસી રોડની અટકેલી કામગીરી હવે ઝડપી બની શકશે. આ પૉલીસી હેઠળ તમામ ઝોનમાં 90થી વધુ સોસાયટીઓના રસ્તા સીમેન્ટ કોંક્રિટના બનશે.

અગાઉ સોસાયટીઓએ 20% ચુકવવાના હતા
મહત્વની બાબત એ છે કે, તમામ ખર્ચો સરકાર-પાલિકા જ ઉઠાવશે જે તે સોસાયટીઓએ 500 રૂપિયા ફી સાથે માત્ર ફોર્મ ભરવાનું રહેશે. અગાઉ 20 ટકા સોસાયટીએ આપવાના રહેતા હતા. જેથી વર્ષ 2016ના ઠરાવમાં સુધારો કરી નીતિ બદલાઈ હતી. રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી 70 ટકા અને 10 ટકા ચૂંટાયેલી પાંખની ગ્રાન્ટ અને 20 ટકા રકમ પાલિકા ભોગવશે.

મેન્ટેનન્સની જવાબદારી 5થી વધારી 10 વર્ષ કરવામાં આવી
અગાઉ રસ્તાનું 5 વર્ષ સુધી જ મેઇન્ટેનન્સની ઇજારદારની જવાબદારી હતી તેમાં વધારો કરી હવે સીસી રોડનું 10 વર્ષનું મેઇન્ટેનન્સ કરવામાં આવ્યું છે.

જરૂરિયાતવાળી સોસાયટીઓ CCરોડ માટે અરજી કરી શકશે
સ્થાયી અધ્યક્ષ પરેશ પટેલે જણાવ્યું કે, વધુ એજન્સીઓ યુનિટ રેટથી કામ કરવા તૈયાર થતાં કામગીરી ઝડપી થશે. જે સોસાયટીઓના રસ્તા તુટેલા હોય તેમને મંજુરી અપાશે.

અન્ય સમાચારો પણ છે...