તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મચ્છરજન્ય રોગોમાં પણ કોરોનાવાળી!:સુરતમાં 2 મહિનામાં 800થી વધુને ડેન્ગ્યૂ, સિવિલ અને પાલિકાના ચોપડે માત્ર 121 દર્દીઓ બતાવ્યાં

સુરતએક મહિનો પહેલા
 • કૉપી લિંક
સ્કૂલોમાંથી મચ્છરનાં બ્રિડિંગ સ્થાનો મળી આવતાં તેમનો નાશ કરાયો હતો. - Divya Bhaskar
સ્કૂલોમાંથી મચ્છરનાં બ્રિડિંગ સ્થાનો મળી આવતાં તેમનો નાશ કરાયો હતો.
 • સરકારી હોસ્પિટલોના આંકડા કરતા ખાનગીમાં 7થી 8 ગણા વધુ દર્દી, ખાનગીમાં સારવાર લેનારા દર્દીઓની માહિતી નોંધાતી નથી
 • હોસ્પિટલો બાદ 17 સ્કૂલોમાં પણ મચ્છરનાં બ્રિડિંગ મળી આવ્યાં
 • સિવિલમાં જુલાઈ-ઓગસ્ટમાં ડેન્ગ્યૂના 94 દર્દી જ્યારે સ્મીમેરમાં માત્ર 6 દર્દી નોંધાયા!

વરસાદની સાથે શહેરમાં મચ્છરજન્ય રોગોએ માથું ઊંચક્યું છે. શહેરમાં બે મહિનામાં ડેન્ગ્યૂના 800થી વધુ દર્દી હોવાનું ખાનગી તબીબો કહી રહ્યા છે ત્યારે સિવિલ અને પાલિકાના ચોપડે માત્ર 121 દર્દીઓ નોંધાયા છે. પાલિકાના ચોપડે ઓગસ્ટમાં મલેરિયાના 79 અને ડેન્ગ્યૂના 12 કેસ છે. જ્યારે સિવિલમાં મલેરિયાના 24 અને ડેન્ગ્યૂના 19 કેસ છે. તો સ્મીમેરમાં ડેન્ગ્યૂના 4 કેસ અને મેલેરિયાના 39 કેસ સામે આવ્યા છે. પાલિકાએ શહેરની 17 સ્કૂલોને મચ્છરના બ્રિડિંગ મળી આવતા દંડ ફટકાર્યો છે.

શહેરની ખાનગી લેબોરેટરીઓમાં પણ અલગ અલગ ક્લિનિક અને હોસ્પિટલો પરથી સેમ્પલો આવે છે, જેમાં શંકાસ્પદ મેલેરિયા કે ડેન્ગ્યૂના સેમપલો હોય છે. લેબ સંચાલકોના જણાવ્યા પ્રમાણે છેલ્લા ઘણા દિવસોથી રોજના સરેરાશ 4થી5 સેમ્પલો આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, શહેરમાં છેલ્લા બે મહિનામાં સરકારી હોસ્પિટલોમાં ડેન્ગ્યૂના 196, મેલેરિયાના 387 કેસ જોવા મળ્યા છે. ભટારના એક ખાનગી તબીબે જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી મચ્છરજન્ય રોગોમાં વધારો થયો છે. સરકારી ચોપડે જે આંક આવે છે તેના કરતા ખાનગી ક્લિનિક અને હોસ્પિટલોમાં સાતથી આઠ ગણા કેસ વધુ હોય છે.

પાલિકાના ચોપડે નોંધાયેલા કેસ

201920202021
મહિનોમલેરિયાડેન્ગ્યૂંમલેરિયાડેન્ગ્યૂંમલેરિયાડેન્ગ્યૂ
જાન્યુઆરી60545471
ફેબ્રુઆરી56138181
માર્ચ1122751131
એપ્રિલ16901130110
મે1982116060
જૂન2533920541
જુલાઇ510126721409
ઓગસ્ટ7573353128814
કુલ2115585992032727

ચોમાસાની સાથે મચ્છરજન્ય રોગોમાં પણ વધારો

સ્મીમેરસિવિલ
મહિનોમેલેરિયાડેન્ગ્યૂમેલેરિયાડેન્ગ્યૂ
ફેબ્રુઆરી2195
માર્ચ10518
એપ્રિલ0000
મે0004
જૂન41817
જુલાઈ2224074
ઓગાસ્ટ3941924

એલપી સવાણી, સેન્ટ થોમસ, ખાટીવાલા, બ્રોડવે ઇન્ટરનેશનલ સહિતની 17 સ્કૂલને દંડ ફટકારાયો, સ્કૂલોમાંથી મચ્છરના બ્રિડિંગ મળી આવતા 34 હજારનો દંડ વસૂલાયો
ડેન્ગ્યૂ, મેલેરિયાએ માથું ઊંચક્યું છે ત્યારે મચ્છરજન્ય રોગોનાં નિયંત્રણ માટે મહાપાલિકાના વીબીડીસી વિભાગે ફરી ઝૂંબેશ તેજ કરી હોવાનો દાવો કર્યો છે. શુક્રવારે શહેરની હોસ્પિટલો સામે કડક કાર્યવાહી કરાયા બાદ શનિવારે ખાનગી અને સરકારી સ્કૂલોમાં ચેકિંગ હાથ ધરતાં મચ્છરનાં બ્રિડિંગ મળી આવતાં 17 સ્કૂલો સામે દંડનિય કાર્યવાહી કરી 34 હજારની વસૂલાત કરાઇ છે.

શહેરની આ સ્કૂલો સામે દંડનીય કાર્યવાહી

 • સા.વેસ્ટ ઝોનમાં ટીએમટી સ્કૂલને 5000, બ્રોડવે ઇન્ટરનેશનલને 5000, સેન્ટ થોમસને 5000, ટાગોરને 5000, ખાટીવાલાને 5000, સ્પીટી બાંધકામને 4000, કેન્દ્રીય વિદ્યાલયને 2000નો દંડ.
 • વેસ્ટ ઝોનમાં માધવ સરસ્વતી શિશુ મંદિરને 2000, નવસર્જન સ્કૂલને 2000નો દંડ.
 • નોર્થ ઝોનમાં હરેકૃષ્ણને 2000, પ્રા.શાળા અમરોલીને 1000નો દંડ.
 • ઈસ્ટ–એ ઝોનમાં એલ પી સવાણીને 2000, સુમનને 300.
 • સા.ઈસ્ટ ઝોનમાં બર્ડ સ્કૂલ ડિડોલીને 500,માતૃભુમીને 500, માતૃભુમી મહાદેવનગરને 500.
 • સાઉથ ઝોનમાં નવદીપ વિધાલય ગુ.હા.બોર્ડ ને 500.
 • ઈસ્ટ-બી ઝોનમાં 3 નોટિસ
 • સેન્ટ્રલ ઝોનમાં તમામ સ્કૂલો મળી કુલ 53 સ્થળો ચેક કરાતા 3ને નોટિસ ફટકારવામાં આવી છે.
અન્ય સમાચારો પણ છે...