તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • More Than 75% Of Hotels And Restaurants Closed In Surat During Korona Period, Relief To Industries Exempted From Property Tax

માગ:સુરતમાં કોરોના કાળમાં 75 ટકાથી વધુ હોટલ રેસ્ટોરન્ટ બંધ થઈ, પ્રોપર્ટી ટેક્સમાંથી મુક્તિ આપતા ઈન્ડસ્ટ્રીઝને રાહત

સુરત2 મહિનો પહેલા
સરકારે હાલ લીધેલા નિર્ણયના પગલે આંશિક રાહત મળ્યાની ઉદ્યોગકારોએ લાગણી વ્યક્ત કરી
  • ઈન્કમટેક્સ અને જીએસટીમાં પણ રાહત આપવાની ઉદ્યોગકારોની માગ

રાજ્ય સરકાર દ્વારા કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખી હોટેલ રેસ્ટોરન્ટ સહિતની સંસ્થાઓને પ્રોપર્ટી ટેક્સમાંથી મુક્તિ આપવા અંગેની જાહેરાત કરવામાં આવી હતી. રાજ્ય સરકારના આ નિર્ણય અને જાહેરાતને ધી સઘન ગુજરાત હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિયેશન દ્વારા આવકારવામાં આવી છે. જોકે કોરોનાકાળના પંદર મહિના દરમ્યાન બંધ પડેલી હોટેલ-રેસ્ટોરન્ટના સંચાલકોને અંદાજીત 1500 કરોડનો બિઝનેશ લોસ થયું હોવાનો અંદાજ સામે આવી રહ્યો છે.

રાહતની જાહેરાતને જાહેરાતને ધી સઘન ગુજરાત હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિયેશને આવકારી
રાહતની જાહેરાતને જાહેરાતને ધી સઘન ગુજરાત હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિયેશને આવકારી

15 માસથી હોટલ અને રેસ્ટોરન્ટને અસર
રોહિત શેટ્ટી ( ધી સઘન ગુજરાત હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિયેશન પ્રેસિડેન્ટ -દક્ષિણ ગુજરાત ) એ જણાવ્યું હતું કે, સરકારના નિર્ણયના પગલે દક્ષિણ ગુજરાતની હોટેલ અને રેસ્ટોરન્ટને સીધો 45 કરોડ રૂપિયાનો ફાયદો થવાનો છે.બીજી તરફ પંદર માસ દરમ્યાન બંધ પડેલી હોટેલ-રેસ્ટોરન્ટના સંચાલકોને અંદાજીત 1500 કરોડનો બિઝનેશ લોસ ગયો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

વધુ રાહત આપવા સાથે પરમીશનની માગ કરાઈ
વધુ રાહત આપવા સાથે પરમીશનની માગ કરાઈ

ધંધા 24 કલાક શરૂ કરવા દેવા માગ
ઘી સઘન ગુજરાત હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિયેશનના જણાવ્યાનુસાર હમણાં સુધી 70 થી 75 ટકા જેટલી હોટેલ રેસ્ટોરન્ટ કોરોનાની મહામારી બંધ થઈ ચૂકી છે.જ્યાં સરકારે હાલ લીધેલા નિર્ણયના પગલે આંશિક રાહત મળી છે,પરંતુ ઇન્કમટેક્સ સહિત જીએસટીમાં પણ રાહત આપવામાં આવે તેવી માંગ છે.આ સાથે હોટેલ અને રેસ્ટોરન્ટને પણ હવે ચોવીસ કલાક શરૂ કરવા અંગેની પરવાનગી આપવા માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...