ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી તથા સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટરના દ્વારા ૧૧ થી ૧૪ જાન્યુઆરી સુધી બાંગ્લાદેશ ઢાંકાના બસુંધરા ઈન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર ખાતે ‘ઇન્ડિયા ટેક્ષ્ટાઇલ ટ્રેડ ફેર’નું આયોજન કરવામાં આવ્યું છે. ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પ્રથમ વખત બાંગ્લાદેશમાં એક્ઝિબીશનનું આયોજન કરવામાં આવ્યું છે. બાંગ્લાદેશએ વિશ્વનું બીજા નંબરનું સૌથી મોટું એપરલ એક્ષ્પોર્ટર છે. આ દેશ વાર્ષિક ૪૪ બિલિયન યુએસ ડોલરનું માત્ર ગારમેન્ટ અને એપરલ એક્ષ્પોર્ટ કરે છે.
હાલમાં બાંગ્લાદેશ વાર્ષિક ૬ બિલિયન ડોલરનું ચાઇનાથી ટેક્ષ્ટાઇલનું ઇમ્પોર્ટ કરે છે. ત્યારે સુરતના વેપારીઓને પ્લેટફોર્મ મળે તે માટે આ એક્ઝિબીશનનું આયોજન કરવામાં આવ્યુ છે. આ એક્ઝિબીશનમાં ટેક્ષ્ટાઇલ ઉદ્યોગકારો દ્વારા યાર્ન, સિન્થેટિક યાર્ન, મેન મેઇડ યાર્ન, મેન મેઇડ ફેબ્રિકસ, સિન્થેટિક ફેબ્રિકસ, નેચરલ એન્ડ બ્લેન્ડેડ ફાઇબર્સ, ફાઇન યાર્ન ડાયડ શર્ટીંગ, વિગેરેનું પ્રદર્શન કરવામાં આવશે. 60 સ્ટોલ મળીને 200થી વધારે પ્રકારના કાપડ અને ગાર્મેન્ટ ડિસપ્લે કરાશે. એક્ઝિબીશનના ઉદ્દઘાટન સમારોહમાં બાંગ્લાદેશના કોમર્સ મંત્રી ટીપુ મુન્શી ઉપસ્થિત રહેશે.
પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ કહ્યુ હતું કે, ‘સુરતમાં બનતા યાર્ન, ફેબ્રિકસ, ગારમેન્ટ અને એસેસરીઝ માટે બાંગ્લાદેશમાં ખૂબ જ વિશાળ માર્કેટ છે. જ્યાં સુરતના વેપારીઓ સરળતાથી પોતાની પ્રોડક્ટનું વેચાણ કરી શકે તે માટે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા બાંગ્લાદેશના ઢાકા ખાતે આંતર રાષ્ટ્રીય કક્ષાના પ્રદર્શનનું આયોજન કર્યું છે. જેમાં દક્ષિણ ગુજરાતના ૬૦ જેટલા ટેક્ષ્ટાઇલ ઉદ્યોગકારો ભાગ લેશે અને પોતાની પ્રોડકટનું પ્રદર્શન કરશે. ખાસ કરીને ચાઈના કરતાં સસ્તુ કાપડ આપવાના ગોલ સાથે આ એક્સપોનું આયોજન કરવામાં આવ્યુ છે.જેમાં ભારતથી માત્ર ર બિલિયન યુએસ ડોલરનું ઇમ્પોર્ટ કરે છે.
સુરતના વેપારીઓને ડાયરેક્ટ માર્કેટ મળશે
ચેમ્બરના ઉપ્રમુખ રમેશ વઘાસિયાએ કહ્યું કે, ‘બાંગ્લાદેશમાં ચાર હજારથી વધુ ફેક્ટરીઓ આવેલી છે. જ્યાંથી સાડીઓ, ડ્રેસ મટિરિયલ્સ, સલવાર સ્યુટસ, બ્રાઈડલ વેર, ડિઝાઈનર વસ્ત્રો, ગાઉન્સ અને કુર્તીઓ, ઈન્ડો વેસ્ટર્ન વેર અને શર્ટસ, ટ્રાઉઝર, ટી શર્ટ, ડેનિમ, જેકેટ્સ જેવા કેઝ્યુઅલ વસ્ત્રો તથા નીટવેર અને સ્વેટર જેવા વણાયેલા વસ્ત્રોનું એક્ષ્પોર્ટ થાય છે. બાંગ્લાદેશ એ વાર્ષિક ૬ બિલિયન યુએસ ડોલરનું લેડીઝ વેર એક્ષ્પોર્ટ કરે છે અને સુરત લેડીઝ વેર ફેબ્રિકસના ઉત્પાદનમાં અગ્રેસર છે, આથી સુરતના ટેક્ષ્ટાઇલ ઉદ્યોગકારોને બાંગ્લાદેશનું સીધું માર્કેટ મળી શકે છે.’
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.