તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉદ્યોગ:દક્ષિણ ગુજરાતમાં 4 લાખથી વધુ એકમો 3 લાખ કરોડનું પેકેજ અપુરતું

સુરત9 મહિનો પહેલા
 • કૉપી લિંક

કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સિતારામને બુધવારે સરકારે એમએસએમઈ સેક્ટરની ચિંતા કરી રૂ.3 લાખ કરોડનું ફંડ જાહેર કર્યું તે ખરેખર આવકાર્ય છે, પરંતુ તેનાથી આ ક્ષેત્રના નાના ઉદ્યોગકારો કે વેપારીઓને કોઈ લાભ મળે તેવું દેખાતું નથી. તેવું ઉદ્યોગ આગેવાનોનો મત છે.

એનપીએ થયેલી કંપનીઓને પણ ફરી બેઠાં થવા માટે સરકાર દ્વારા તક
ચેમ્બર પ્રમુખ કેતન દેસાઈ જણાવે છે કે, 3 લાખ કરોડનું પેકેજ એમએસએમઈ માટે ઘણું ઓછું છે. દક્ષિણ ગુજરાતમાં જ વિવિધ ઉદ્યોગો હેઠળ અંદાજે 4 લાખ એમએસએમઈ ઉદ્યોગકારો છે. સરકારે કોલેટરર વગર લોન આપવાની જાહેરાત કરી છે, પરંતુ વ્યાજ માફી નથી આપી. એક વર્ષ સુધી પ્રિન્સીપલ એમાઉન્ટ પર રાહત અપાઈ છે, પરંતુ વ્યાજ તો ચાલુ જ થઈ જશે. વળી, સરકારે બેંકોને ફંડ આપ્યું છે, જે બેંકો લોન તરીકે એમએસએમઈને આપશે. જ્યારે જીજેઈપીસીના રિજીયોનલ ચેરમેન દિનેશ નાવડીયા જણાવે છે કે, હીરાઉદ્યોગ ક્ષેત્રના નાના કારખાનેદારોને ફરી બેઠાં થવામાં સરકારની યોજનાઓ મદદરૂપ બનશે. ડાયમંડમાં અનેક નાના કારખાનેદારો મશીનરીની ખરીદી માટે એમએસએમઈ યોજના હેઠળની સબસીડી અને લોનનો લાભ લેતા હોય છે, તે તમામને નાણામંત્રી દ્વારા જાહેર કરાયેલા પેકેજથી સીધો જ ફાયદો થશે. વળી, સૌથી સારી બાબત એ છે કે એનપીએ થયેલી કંપનીઓને પણ ફરી બેઠાં થવા માટે સરકાર દ્વારા તક આપવામાં આવી છે. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો