તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જિનશાસનનાં શ્રેષ્ઠ ચારિત્રધર સૂરિ શાંતિના ચરમશિષ્ય જૈનાચાર્ય જિનચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના 6 માસી સમાધિપર્વ નિમિત્તે શ્રી શાન્તિકનક શ્રમણોત્સવ ટ્રસ્ટ અંતર્ગત અધ્યાત્મ પરિવારે યોજેલા વિરાટ ગુરુજિનસ્મરણોત્ત્સવમાં ગુરુવારે સુરતના શ્રુતજ્ઞાનની ભક્તિ કરતા કાર્યસંચાલકો તથા સુરતનાં સમગ્ર દેરાસર-ઉપાશ્રયનાં 300થી વધુ પૂજારીઓનું મજૂરાગેટના દયાળજી આશ્રમમાં બહુમાન કરાયું હતંુ. જેનો લાભ મેતિબેન ઉમેદચંદ્ર રૂપચંદ્રભાઇ સંઘવી પરિવારે લીધો હતો. એ સાથે જ જિનચંદ્રસૂરીશ્વરજી મહારાજાથી ઉપકૃત સુરતની બહારના સંઘોના પૂજારીઓનું પણ બહુમાન કરાશે.
આ પ્રસંગે યોગતિલક સૂરીશ્વરજીએ જણાવ્યંુ હતું કે, ભગવાન અને જ્ઞાન વિશ્વ માટે આશીર્વાદરૂપ છે. જ્ઞાન કહે છે કે, તમને જે ખરાબ લાગે તે બીજા માટે ન કરવંુ જોઇએ. માણસ પાસે ધન-દોલત, શારીરિક સક્ષમતા બધુ જ હોય પણ દિલથી સારો ન હોય તો રાષ્ટ્ર માટે એ નુકસાનકાર સાબિત થઇ શકે છે. આપણે સારા માણસ બનવાનું છે. જે ભગવાને અમને સારા બનાવ્યા છે એની સાથે તમે કનેક્ટેડ છો. તેથી જ આખા સુરતમાંથી તમારું બહુમાન થઇ રહ્યું છે.
પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.