તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફ્રોડ:દેશભરમાં RBL BANK ના ક્રેડીટ ક્રાર્ડમાંથી છેતરપિંડી કરી 2245 વીજ બીલ ભરી 3 કરોડથી વધુની છેતરપિંડી કરનારા ઝડપાયા

સુરત23 દિવસ પહેલા
આરોપીઓ એકબીજાની મિલિભગતમાં દેશભરમાં ફ્રોડ ચલાવતા હતાં.
  • આરોપીઓ પાસેથી 7 મોબાઈલ અને રોકડા 8 લાખ ઝડપી લેવાયા

ભારતભરમાં RBL BANK ના ક્રેડીટ ક્રાર્ડમાંથી છેતરપિંડીથી ભારતના અલગ અલગ રાજ્યોના 2245 જેટલા વીજ બીલ પેમેન્ટ કરી લોકો સાથે ફ્રોડ કરનાર ઝારખંડના જામતારા ખાતેના ઇસમને તથા સ્થાનિક ઇસમોને પકડી પાડી અનેક ગુન્હાઓ ઉકેલવામાં પોલીસને મોટી સફળતા હાથ લાગી છે. સુરત શહેર સાયબર ક્રાઇમ સેલ તથા કતારગામ પોલીસની સંયુકત ટીમની મદદથી આ ટોળકી ઝડપાઇ હોવાનું સામે આવ્યું છે. પોલીસે ગુજરાતના, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, અને મહારાષ્ટ્ર ના અનેક કેસ ઉકેલવામાં સફળ થઈ છે. પોલીસે આરોપીઓ પાસેથી 6 મોબાઈલ અને રોકડ રૂપિયા 8 લાખથી વધુની રકમ કબ્જે લઈ તપાસ હાથ ધરી છે.

ઝારખંડથી કૌભાંડ ચાલતું હતું
ભારતભરમા વીજબીલ ભરતા સેન્ટરોમાંથી ગ્રાહકોના અલગ અલગ કંપનીના વીજબીલ મેળવી આ વીજબીલોને ઝારખંડ જામતારા ખાતેના સાયબર ક્રિમીનલ્સને મોકલી આપતા ત્યારબાદ ઝારખંડ જામતારા ખાતેના સાયબર ક્રિમીનલ્સ ભારતભરના RBL બેંકના ક્રેડિટ કાર્ડ ધારકોને ફોન કરી RBL બેંકના ક્રેડિટ કાર્ડ ડિપાર્ટમેન્ટમાંથી બોલતા હોવાની ખોટી ઓળખ આપી તેમને લોભામણી લલચામણી વાતો કરી તેમની પાસેથી ઓટી.પી. મેળવી લઈ PAYTM, BILLDESK, BILLS2PAY જેવી એપ્લીકેશનના માધ્યમથી ઉપરોક્ત વીજબીલો ભરી લોકો સાથે છેતરપિંડી કરે છે.

અનેક ગુન્હાઓ ઉકેલવામાં પોલીસને મોટી સફળતા હાથ લાગી
અનેક ગુન્હાઓ ઉકેલવામાં પોલીસને મોટી સફળતા હાથ લાગી

ગુજરાતમાંથી 2113 બીલ ભર્યા
આરોપીઓ દ્વારા ભારત ભરમાં અલગ અલગ વીજ કંપનીઓના મળી કુલ-2245 વીજબીલ ભરેલ છે. જેમા કુલ્લે રૂ.3.67 કરોડથી વધુની રકમના બીલ ભરવામાં આવેલ છે.ગુજરાતના 2113, પંજાબ-113, હરીયાણા-11, રાજસ્થાન-05, ઉત્તરપ્રદેશ-02, મહારાષ્ટ્ર 1 બીલ ભરી દઈને છેતરપિંડી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. હાલ આરોપીઓની વધુ પૂછપરછ ચાલી રહી છે.

વીજબીલ ભરતા સેન્ટરોમાંથી ગ્રાહકોના અલગ અલગ કંપનીના વીજબીલ મેળવી ફ્રોડ ચલાવતો હતો.
વીજબીલ ભરતા સેન્ટરોમાંથી ગ્રાહકોના અલગ અલગ કંપનીના વીજબીલ મેળવી ફ્રોડ ચલાવતો હતો.

કૌભાંડમાં સામેલ આરોપીઓ
મનિષ દેવરાજભાઇ ભુવા ઉ.વ. 34 ધંધો- બિલ કલેક્શન રહેવાસી- ઘર નં 88-89, સાંતીનગર, વિભાગ-1, નારાયણ નગર સામે, કતારગામ સુરત શહેર મુળ ગામ:- મેધા પીપળીયા, તા-કુકાવાવ, જી-અમરેલી તથા મિલન હરશુખભાઇ ચોવટીયા ઉ.વ. 22 ધંધો બેકાર રહેવાસી- ઘર નં-94, હરીહરી સોસયટી, વિભાગ-2, કતારગામ સુરત શહેર મુળ ગામ:- જસાપર, તા. જામ કંડોળા, જી રાજકોટ ઝડપાયા છે.આરોપી જીતેન્દ્ર ઉર્ફે રાહુલ ટેકલાલ મંડલ રહે,ગામ-પંદનીયા તા.અહીલીયાપુર જીગિરડીહ(ઝારખંડ) અટક કરાયેલી છે. વિરભદ્રસિંહ ધર્મેદ્રસિંહ ઝાલા ઉ.વ.29 રહેવાસી- બી/11, ફ્લેટ નં-128, જુનીપોલીસ લાઇન નવાપરા, ભાવનગર, મો.ન-ચુડા જી સુરેંદ્રનગર અને મેહુલ જવેરભાઇ કાકડીયા ઉ.વ. 28 ધંધો- ઓનલાઇન સેલીંગ રહેવાસી- ધર નં 401, જ્ઞાન પ્રવાહ એપાર્ટમેન્ટ, હરિદર્શનનો ખાડો સિંગણપુર કતારગામ, સુરત શહેર મુળ ગામ: સાંગાવદર, તા- બોટાદ, જી બોટાદ તથા યશ ભરતભાઇ ભુપતાણી ઉ.વ. 24 ધંધો- બેકાર રહેવાસી- ઘર નં-એમ/104, સ્ટાર પેલેસ, ક્રીષ્ના રેસીડેન્સી નજીક, અમરોલી સુરત શહેર મુળ ગામ:- સાવરકુંડલા, તા- સાવરકુંડલા, જી-અમરેલીનો આરોપી તરીકે સમાવેશ થાય છે.