સમસ્યા:કાલે શહેરના 70 ટકા વિસ્તારના 25 લાખથી વધુ લોકોને પાણી નહીં મળે

સુરત23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ખટોદરામાં લાઇન રિપેરિંગ, અન્ય જળમથકોમાં જોડાણો અપાશે

ખટોદરા ખાતે 1500 વ્યાસની પાણી સપ્લાય લાઇનમાં લીકેજને રિપેર કરવા ગઇ તા. 5મી જુલાઇથી હાથ ધરાયેલી કવાયત હેઠળ આગામી તા. 27મી જુલાઇ બુધવારના રોજ મેગા ઓપરેશન હેઠળ શહેરના 70 ટકા વિસ્તારોમાં શટડાઉન રહેશે. જેથી દૈનિક 1360 MLD પાણી સપ્લાય વ્યવસ્થા પણ ખોરંભે ચઢવાના લીધે સરેરાશ 30 ટકા પાણી કાપની ભીતિ છે. હાઇડ્રોલિક વિભાગના ઓપરેશનના લીધે બુધવારે 25 લાખ લોકોને પાણી મળશે નહીં.ઉધનાના ખરવરનગર જંકશન પાસેથી પસાર થતી 1524 મી.મી. વ્યાસની લાઈનમાં લીકેજ રીપેરીંગની કામગીરી સવારે 8 વાગ્યાથી શરૂ કરાશે.

આ શટડાઉનને ધ્યાનમાં રાખી પાલિકાએ વિવિધ લાઇન અને જળ વિતરણ મથક બંધ હોવાના લીધે જરૂરી જોડાણ કામગીરી પણ હાથ ધરાશે. વેસુ-1 જળવિતરણ મથકથી વેસુ-2 જળવિતરણ મથક સુધી જતી 813 મી.મી. વ્યાસની એમ.એસ. લાઇન જોડાણની કામગીરી પણ તા.27મીએ કરાશે. જેમાં ઉધના ઝોન-એ વરાછા ઝોન, લિંબાયત, સેન્ટ્રલ ઝોન અને અઠવામાં પાણી સપ્લાય સુવિધાને અસર થશે.

ગુરૂવારે ઉધના-અઠવા ઝોનમાં સપ્લાય ડિસ્ટર્બ થશે
બુધવારે લીકેજ રિપેરિંગના બાદ ટાંકીઓ ભરવાનું શરૂ કરાશે. ગુરૂવારે ઉધના ઉધોગનગર સંધ જળ વિતરણ મથક હેઠળ સવારનો સપ્લાય અંશતઃ મળશે. ખાસ કરીને મોરારજી વસાહત, તિવારી નગર, ઉધના અને ઉધ્યોગનગર સંધ વિસ્તારમાં પાણી કાપ રહેશે. અઠવા ઝોનના અલથાણ તથા ખટોદરા જળ વિતરણ મથક હેઠળના અંબાનગર, ભટાર ચાર રસ્તાથી સોસીયો સર્કલ તેમજ નવી સિવિલ સુધીનો ઉત્તર તરફનો વિસ્તાર, મજુરા, ઘોડદોડ, મજુરાગેટ, તથા અઠવાલાઈન્સમાં પાણી કાપની અસર રહેશે.

અન્ય સમાચારો પણ છે...