બેદરકારી:ઉતરાણથી વરાછા-અબ્રામા સુધી 4.5 કિમીના ડિવાઈડર પર 1.20 લાખના 20થી વધુ પામ ટ્રી સૂકાઈ ગયા

સુરત12 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઉતરાણ વી.આઈ.પી સર્કલ મોટા વરાછા થઈને અબ્રામા ચેક પોસ્ટ સુધી લગભગ સાડા ચાર કિલોમીટરના અંતરમાં સિમેન્ટ રોડ બનેલો છે. રોડના બ્યુટીફીકેશન માટે ડીવાઈડરની વચ્ચે જુદા-જુદા વૃક્ષો રોપવામાં આવ્યા છે.

જેમાં ખાસ કરીને ખજૂરીનાં એક વૃક્ષની કિંમત રૂ. 6000થી વધુ હોય છે. વૃક્ષો રોપ્યા પછી તેની તકેદારી લેવાતી નહીં હોવાથી હાલમાં લગભગ 20થી વધુ ખજૂરીના ઝાડ સુકાઈ ગયા છે. મોટા ઉપાડે રોપેલા ખજૂરીના વૃક્ષો તંત્રની બેદરકારીથી સૂકાતા પ્રજાના લાખો રૂપિયાનું પાણી થઇ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...