ચેમ્બર અને એમ્બ્રોઇડરી એસોસિએશન 4થી 6 માર્ચ સુધી સરસાણા એકઝીબીશન સેન્ટર ખાતે ‘ઇન્ટરનેશનલ ટેક્ષ્ટાઇલ એન્ડ મશીનરી એક્ષ્પો–સીટમે 2023’ યોજાશે. ચેમ્બર પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું કે, ટેક્ષ્ટાઇલમાં વેલ્યુ એડ કરી સુરતને ટેક્ષ્ટાઇલ મશીનરી મેન્યુફેકચરીંગનું હબ પણ બનાવવા પ્રયાસ થઈ રહ્યો છે.
હાઇસ્પીડ મશીનરી થકી ઉત્પાદીત થતું કાપડ આવનારા દિવસોમાં બ્રાન્ડ બની રહેશે. જેથી ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીને ફાયદો થશે. ડિજીટલ પ્રિન્ટીંગ અને એમ્બ્રોઇડરી મશીનરી થકી સુરતમાં રિયલ ફેબ્રિકની ઓળખ થશે. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે કેન્દ્રિય ટેક્ષ્ટાઇલ્સ-રેલ્વે રાજ્ય મંત્રી દર્શના જરદોશ, પાલિકા કમિશનર શાલીની અગ્રવાલ ઉપસ્થિત રહેશે.
આ મશીનો મુકાશે
{ડિજિટલ પ્રિન્ટીંગ મશીન {એમ્બ્રોઇડરી મશીન {ફયુઝન મશીન્સ {કોમ્પ્યુટરાઇઝ એમ્બ્રોઇડરી મશીન {ડાયટ ફેબ્રિક પ્રિન્ટર {ટી શર્ટ પ્રિન્ટીંગ મશીન {બધા પ્રકારના પ્રિન્ટીંગ ઇન્ક {સકર્યુલર નિટિંગ મશીન {નીડલ લૂમ્સ મશીન {રોલ ટુ રોલ મશીન {એપેરલ એસેસરીઝમાં એમ્બ્રોઇડરી થ્રેડ, {એમ્બ્રોઇડરી ઓઇલ, {એમ્બ્રોઇડરી કન્ટ્રોલ સિસ્ટમ, {એમ્બ્રોઇડરી ડિઝાઇન સોફટવેર {એપેરલ મશીન્સ તથા તેના સંબંધિત સર્વિસિસ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.