સુરતમાં શ્વાનોનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે. ત્યારે ભટાર વિસ્તારમાં આવેલી શુભ મંગલ સોસાયટીમાં શ્વાનોએ આતંક મચાવ્યો હતો. આ એક જ સોસાયટીમાં લગભગ 15થી વધુ લોકોને 3 જેટલા શ્વાનોએ બચકાં ભરી લીધાં હતાં. જેમાંથી એક આધેડ વયની મહિલાને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જેની તબિયત હાલ સ્થિર છે.
શ્વાને બચકાં ભરતાં મહિલા પડી
શુભ મંગલ સોસાયટીમાં આવેલા અંકુર એપાર્ટમેન્ટમાં શ્વાને મહિલાને ઝપટે લીધી હતી. મહિલાના પુત્ર હરીકૃષ્ણ પટેલએ જણાવ્યું હતું કે,અમારા એપાર્ટમેન્ટમાં શ્વાનોનો ત્રાસ છે. મારી માતા પર શ્વાનો તૂટી પડ્યાં હતાં. જેથી તેણીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યાં છે. તેમની તબિયત સ્થિર છે. આ શ્વાનોએ અમારી સોસાયટીના 15 જેટલા લોકોને બચકાં ભર્યાં હતાં.
પાલિકાએ શ્વાનો પકડ્યાં
મહાનગરપાલિકા દ્વારા સ્થાનિકોની ફરિયાદ મળી હતી. જેથી પાલિકા દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી. પાલિકા દ્વારા તાત્કાલિક સોસાયટીમાં સવારના સમયે શ્વાનો પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. શ્વાનના કરડવાની ઘટના એપાર્ટમેન્ટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.