• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Testing Of More Than 11 Thousand People In Surat, Number Of Active Cases Increased To 27, Vaccination Will Be Done At 183 Centers Today

કોરોના સુરત LIVE:11 હજારથી વધુ લોકોનું ટેસ્ટિંગ, એક્ટિવ કેસની સંખ્યા વધીને 27 થઈ, આજે 183 સેન્ટર પર રસીકરણ થશે

સુરત14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં 141842 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચુક્યા છે

સુરતમાં દિવાળી બાદ કોરોના માથું ઊચકી રહ્યો છે. ટેસ્ટિંગ પણ 11 હજાર જેટલું કરવામાં આવી રહ્યું છે. કોરોના કેસનો આંકડો વધીને 1,43,985 થયો છે. મોલ, મલ્ટીપ્લેકસ, હોટલ-રેસ્ટોરન્ટ સાથે ગેમ ઝોન અને જીમમાં પણ રસી લીધી હોય તેને જ પ્રવેશ આપવાનો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. આ સાથે જાહેર સ્થળો પર પણ વેક્સિન લીધી હોય તેને જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. બીજા ડોઝ માટે રસીકરણની પ્રક્રિયા તેજ કરવામાં આવી છે. આજે 183 સેન્ટર પર રસીકરણ ચાલી રહ્યું છે.

પોઝિટિવ કેસની કુલ સંખ્યા 143985 થઈ
શહેરમાં 4 અને જિલ્લામાં 3 કેસ સાથે શહેર જિલ્લામાં ગત રોજ કોરોનાના વધુ 7 કેસ પોઝિટિવ નોંધાયા છે. આ સાથે શહેર અને જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 143985 થઈ ગઈ છે. બુધવારે શહેર અને જિલ્લામાં કોરોનાના એક પણ દર્દીનું મોત નિપજ્યું ન હતું. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં કોરોનાનો કુલ મૃતાંક 2116 થયો છે. બુધવારે શહેરમાંથી 2 અને જિલ્લામાંથી 1 મળી 3 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં 141842 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચુક્યા છે. હાલ શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 27 થઈ છે.

ફરજિયાત વેક્સિન અંગે ચાલતું ચેકિંગ
મહાપાલિકાના ફરજિયાત વેક્સિન અંગે ચાલતા ચેકિંગમાં બુધવારે તમામ ઝોન, મુગલીસરા વડી કચેરી, ગોપીતળાવ, સિટી-બીઆરટીએસ બસ, ટી.પી. વિભાગ, સ્વિમિંગ પૂલ ખાતે મળી કુલ 1,08,355 લોકોનું ચેકીંગ કરાયું હતું, તેમાં કુલ 1,00,721 વ્યક્તિઓ વેક્સિનેટેડ મળ્યા હતા. પરંતુ 7475 વ્યક્તિઓ વેક્સિન વગરના ઝડપાતાં પ્રવેશ આપવામાં આવ્યો ન હતો. જ્યારે મુઘલીસરા સહિતના અન્ય ઝોનમાં 159 ને રસી આપ્યા બાદ પ્રવેશ અપાયો હતો. જ્યારે મુઘલીસરા વડી કચેરીએ 35 વ્યક્તિને ગેટ પર વેક્સિન આપી પ્રવેશ અપાયો હતો. તેવી જ રીતે અઠવા ઝોનમાં 31, લિંબાયતમાં 24, અને વરાછામાં 69 ને રસી આપ્યા બાદ પ્રવેશ અપાયો હતો.ખાનગી સ્થળો પર પ્રથમ દિવસે ચેકિંગમાં મોલમાં 3134, મલ્ટિપ્લેક્સમાં 1177 તેમજ જીમ અને અન્ય ઓફિસોમાં 1107 મળી કુલ 5418 લોકોનું વેરિફિકેશન થયું હતું.

રસીકરણ કામગીરી ફરી તેજ કરાઈ
તહેવારોની રજા પૂર્ણ થતાં જ ફરી રસીકરણ તેજ કરવામાં આવ્યું છે. શહેરમાં પ્રથમ ડોઝ માટે 31 સેન્ટર પર જ જ્યારે 129 સેન્ટર પર બીજા ડોઝ માટે રસી અપાઈ રહી છે. જ્યારે 8 સેન્ટર પર એપાઈન્ટમેન્ટ લેનારાને રસી અપાઈ રહી છે. 2 સેન્ટર પર વિદેશ જનારા માટે ખાસ વેક્સિન અપાઈ રહી છે. જ્યારે 13 સેન્ટર પર કોવેક્સિન આપવામાં આવી રહી છે. આજે 183 જેટલા સેન્ટર પર રસીકરણ શરૂ કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...