તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જાહેરાત:10 લાખથી વધુ બેંક સભાસદોને 50 કરોડનું ડિવિડન્ડ નહીં મળે, કોરોનાને કારણે RBIએ જાહેરાત કરી

સુરત5 મહિનો પહેલા
 • કૉપી લિંક

કોરોનાના કારણે આ વર્ષે આરબીઆઈએ 6 માસનો માર્ચથી ઓગસ્ટનો મોરેટોરિયમ જાહેર કર્યો હતો. જેના કારણે બેંકોને મોટી અસર થવાના ચિંતારૂપ શુક્રવારે આરબીઆઈએ મોરેટોરિયમ પોલીસી અંતર્ગત નવી જાહેરાતો કરી છે. જેમાં સહકારી અને કોમર્શિયલ બેંકોના સભાસદોને નાણાંકીય વર્ષ 2019-20નું ડિવિડન્ડ નહીં આપવાની જાહેરાત કરી છે. દક્ષિણ ગુજરાતના અંદાજે 10 લાખથી વધુ સભાસદોના રૂ.50 કરોડનું ડિવિડન્ડ ગુમાવવાની નોબત આવી શકે છે. મોરેટોરિયમ અને પછી આત્મનિર્ભર લોનના કારણે સહકારી બેંકોની નાણાંકીય સ્થિતિને અસર થવાની ચિંતા રૂપ આરબીઆઈએ આ વર્ષે સહકારી અને કોમર્શિયલ બેંકોને ડિવિડન્ડ નહીં ચૂકવવા માટે સૂચન કર્યુ છે. ઉલ્લેખનીય છે કે,દર વર્ષે સપ્ટેમ્બર માસ સુધીમાં ગણી બેંકોની વાર્ષિક સામાન્ય સભા મળ્યા બાદ ડિવિડન્ડની મંજૂર કરીને તેની ફાળવણી કરવામાં આવતી હોઈ છે. ઘણી બેંકોની એજીએમ વર્ચ્યુઅલ થઈ ચૂકી છે.

તેમજ ડિવિડન્ડ માટે મંજૂરી પણ અપાય છે. જોકે, આરબીઆઈના સૂચન બાદ જ તેની ફાળવણીનો નિર્ણય કરાયો હતો. ચાલુ વર્ષે આરબીઆઈએ સહકારી અને કોમર્શિયલ બેંકોને સપ્ટેમ્બરમાં નાણાંકીય સ્થિતિના રીવ્યુ બાદ ડિવિડન્ડ વહેંચવા અંગે નિર્ણય આપવા સૂચન કર્યુ હતું. શુક્રવારે આરબીઆઈ ગર્વનર શશીકાંત દાસે સહકારી અને કમર્શિયલ બેન્કોને સૂચના આપી છે કે, તેઓ શેરહોલ્ડર્સને 2019-20નું ડિવિડન્ડ આપશે નહીં. આ જાહેરાતના પગલે દક્ષિણ ગુજરાતની સહકારી બેન્કોના 10 લાખથી વધુ સભાસદોને નુકસાન થશે. 50 કરોડનું ડિવિડન્ડ સભાસદો આ વર્ષે મેળવી શકશે નહીં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો