લગ્નસરાનો ધમધમાટ શરૂ:સુરતમાં સમાજ અને સંસ્થાઓ દ્વારા યોજનારા સમુહ લગ્નમાં 1 હજારથી વધુ યુગલો પરણશે

સુરત23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોટાભાગના પાર્ટી પ્લોટ, ફાર્મ હાઉસ, વાડીઓ, કોમ્યુનિટી હોલ બુક થઈ ગયા

પ્રબોધિની એકાદશીના દિવસે ઠાકોરજીના વિવાહ બાદ સાંસારિક જીવનમાં લગ્નસરાનો પ્રારંભ થઈ ગયો છે. મોટાભાગના પાર્ટી પ્લોટ,ફાર્મ હાઉસ, વાડીઓ, કોમ્યુનિટી હોલ વગેરે બુક થઈ ગયા છે. મંડપ સર્વિસ, કેટરર્સ, બેન્ડ, બગી, ડીજે, ફોટોગ્રાફર, વિડીયોગ્રાફર, પંડિતજી વગેરે સતત વ્યસ્ત થઈ ગયા છે.

વ્યક્તિગત લગ્ન સમારંભોની સાથે સાથે જુદા જુદા સમાજ દ્વારા પોતાની જ્ઞાતિના અને જુદી જુદી સંસ્થાઓ દ્વારા સર્વ જ્ઞાતિના સમૂહ લગ્નના પણ ઘણા બધા આયોજનો થયા છે જેમાં લગભગ 1000 થી વધારે યુગલો પ્રભુતામાં પગલાં માંડશે. આર્થિક રીતે સંપન્ન લોકો લગ્ન પ્રસંગમાં લખલુંટ ખર્ચા કરતા હોય છે પરંતુ મધ્યમ વર્ગીય પરિવાર માટે સમુહ લગ્ન આશીર્વાદરૂપ છે.

સમૂહ લગ્નના માધ્યમથી પરણતા યુગલો માટે માત્ર ખર્ચમાં પહોંચી વળે તેટલા પૂરતું નથી પરંતુ સમૂહ લગ્નના માધ્યમથી અનેક પ્રકારના સામાજિક પરિવર્તનો આવતા જોવા મળે છે. કેટલાક રિવાજો દૂર થાય છે. એક જ દિવસે એક જ મંડપમાં અનેક યુગલો પરણતા હોવાથી આવનારા મહેમાનો અને સામાજિક લોકોને પણ ઘણી બધી સરળતા રહેતી હોય છે.

વિક્રમ સવંત 2079માં 25થી વધારે અલગ અલગ સમુહ લગ્ન યોજાશે
સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ પાંચ ફેબ્રુઆરી 64માં સમૂહ લગ્ન સમારોહમાં 100 યુગલો જોડાશે
આહીર સમાજ 28મી જાન્યુઆરી 235 યુગલો જોડાશે.
સમસ્ત વાટલીયા પ્રજાપતિ સમાજ 24 જાન્યુઆરી 50 લગ્ન. 84 તાલુકા કાંઠા વિસ્તાર કોળી સમાજ 26 જાન્યુઆરી. નોંધણી ચાલુ છે.
ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ વરાછા 4 ડિસે. 38 લગ્ન.
ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ રાંદેર 26 જાન્યુઆરી અંદાજિત 40 લગ્ન.
ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ કતારગામ 15 ફેબ્રુઆરી 15 લગ્ન.
સૌરાષ્ટ્ર લુહાર સમાજ 12 ફેબ્રુઆરી 36 લગ્ન.
ગુર્જર સુથાર જ્ઞાતિ મંડળ 3 ફેબ્રુઆરી 20 લગ્ન.
સિહોર સંપ્રદાય ઔદિચ્ય સહસ્ત્ર બ્રહ્મ સમાજ ત્રણ ડિસેમ્બર. 35 લગ્ન.

વ્યક્તિગત રીતે યોજાનાર લગ્ન
જયંતીભાઈ રીઝિયા 11 નવેમ્બર 51 લગ્ન યોજાશે.
શ્રી રામકૃષ્ણ ચેરીટેબલ ટ્રસ્ટ SRK ગ્રુપ, 25 ફેબ્રુઆરી 51 લગ્ન.
હરે કૃષ્ણ ડાયમંડ 19/ 20 નવેમ્બર 62 લગ્ન થશે.

સામાજિક સેવાકીય સંસ્થા દ્વારા યોજાનાર સમૂહ લગ્ન
ગુજરાત વિકાસ સમિતિ 7 મે 101 લગ્ન સર્વ જ્ઞાતિ 30 માર્ચ સુધી નોંધણી ચાલુ રહેશે.
ખોડીયાર ચેરીટેબલ ટ્રસ્ટ. 23 એપ્રિલ 51 લગ્ન સર્વ જ્ઞાતિ.
વિદ્યા વિકાસ એજ્યુકેશન ટ્રસ્ટ 19 માર્ચ 108 લગ્ન સર્વ જ્ઞાતિ.
ધાર્મિક સંસ્થાઓ દ્વારા યોજનાર સમૂહ લગ્ન
કલાકુંજ સ્વામિનારાયણ મંદિર 25 નવેમ્બર 25 લગ્ન.
ગાયત્રી પરિવાર રચનાત્મક ટ્રસ્ટ. 4 ડિસે. 24 લગ્ન હજુ નોંધણી ચાલુ છે. સર્વ જ્ઞાતિ​​​​​​​

અન્ય સમાચારો પણ છે...