ક્રાઇમ:વરાછામાં આંગડિયા પેઢીના કર્મી પર સ્પ્રે છાંટી 1 કરોડથી વધુના હીરાની લૂંટ

સુરત2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મોપેડ પર હેલમેટ પહેરી આવેલા લૂંટારૂઓનું કારસ્તાન

ગુરૂવારે લૂંટારૂઓ વરાછામાં હરિપુરાની આંગડિયાના ડિલિવરીમેન પર સ્પ્રે છાંટીને પાર્સલવાળો થેલો લૂંટી ગયા હતા. થેલામાં 1 કરોડથી વધુનાં હીરા હોવાની સંભાવના છે.હરિપુરા-ભવાનીવડની નટવર ચીનુભાઈ આંગડિયાના ડિલિવરીમેન સતીષ ફુલચંદ પટેલ ગુરૂવારે મોપેડ પર હીરાના પાર્સલ ડિલિવરી કરવા વરાછા નીકળ્યા હતા. તેઓ ઘામેલિયા સોસાયટીના ગેટ સામે પહોંચ્યા ત્યારે મોપેડ પર આવેલા બે લોકોમાંથી પાછળ બેસેલા શખ્સે સતીષભાઇ પર સ્પ્રે છાંટ્યો હતો. સતીષ ભાઇને આંખોમાં બળતરા થતાં તે નીચે પડી જતાં પાર્સલવાળો થેલો લઈને બંને ભાગી ગયા હતા. ચાલકે હેલમેટ પહેર્યુ હતું. સ્પ્રે છાંટનારે મોઢે રૂમાલ બાંધેલો હતો. સતીષ પટેલે વરાછા પોલીસમાં લૂંટની ફરિયાદ નોંધાવી છે.

આ પાર્ટીઓના હીરાના પાર્સલ
(1) મોકલનાર ભરત શાહ( મુંબઈ) અને લેનાર ઘેવરિયા જેવર
(2)મોકલનાર પ્રદીપ કુમાવતી (મુંબઈ) અને લેનાર સન આશિષ ડાયમન્ડ
(3) મોકલનાર એ.એમ.એક્સ.(મુંબઈ-બાંદ્રા) અને લેનાર રમાણી બુર્સ
(4)મોકલનાર મહેન્દ્ર બ્રધર્સ( નવસારી) અને લેનાર એમ.પરેશ
(5) મોકલનાર પરમેશ ડાયમન્ડ( નવસારી) અને લેનાર શ્રી ગેલ કૃપા ડાયમન્ડ
(6) મોકલનાર મહેન્દ્ર બ્રધર્સ( નવસારી) અને લેનાર શ્રી ડાયમન્ડ
(7) મોકલનાર પંકજ ડી.માંગરોળા( બીકેસી, મુંબઈ) અને લેનાર સત્યમ ઇમ્પેક્સ.

આ પાર્ટીઓના કવર હતા
(1)મોકલનાર રેડ એક્ઝિમ( મુંબઈ) અને લેનાર ભાગોવી જેમ્સ
(2) મોકલનાર રેડ એક્ઝિમ( મુંબઈ), લેનાર તુષાર જેમ્સ
(3)મોકલનાર શીતલ મેન્યુફેક્ચરર, લેનાર રાશિકા ડાયમન્ડ
(4)મોકલનાર એસ.વિનોદકુમાર( મુંબઈ) અને લેનાર એસ.વિનોદકુમાર
(5)મોકલનાર સ્ટુપીડ ડાયમન્ડ( મુંબઈ) લેનાર પાર્થ ડિમાટ
(6)મોકલનાર મહેન્દ્ર બ્રધર્સ( નવસારી), લેનાર ચાર્મી ડાયમન્ડ
(7) મોકલનાર મહેન્દ્ર બ્રધર્સ( નવસારી) અને લેનાર પાનેલીયા ડાયમન્ડ
(8)મોકલનાર મહેન્દ્ર બ્રધર્સ(નવસારી) અને લેનાર એ.મેટા.ઇમ્પેક્ષ
(9) મોકલનાર મહેન્દ્ર બ્રધર્સ( નવસારી) અને લેનાર યાન ઇમ્પેક્ષ નામની પેઢી છે.

અન્ય સમાચારો પણ છે...