વેક્સિન સરવે:3 ઝોનમાં આધેડ વયના વધુ લોકો, નવા 28 હજાર લોકો ઉમેરાયા, આંક 1.54 લાખ

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગત ગુરુવારથી વેક્સિન સરવે ચાલી રહ્યો છે. સોમવારે એક જ દિવસે પાલિકાના તમામ ઝોનમાંથી 28,805 જેટલા 50 વર્ષની ઉંમરના ડેટા વેરિફાઇ કરાયા છે. તેથી કુલ સરવેનો આંકડો 1,54,746 પર પહોંચી ગયો છે. રવિવાર સુધી માંડ 95 હજાર હતો. સોમવારે આંકડો વધી ગયો છે. ઈલેક્શન યાદી પ્રમાણે 50 વર્ષની ઉંમરના 7,94,536 લોકો છે ત્યારે સરવે પૂર્ણ થશે અને ડેટા અપલોડ કરી મોકલી અપાશે.

શહેરમાં મતદાર યાદીમાં 50 વર્ષ અને તેથી વધુની ઉંમરના વ્યક્તિઓની સંખ્યા 7,94,536 છે. તેમાં, કતારગામમાં સૌથી વધુ 1,21,079 છે. ત્યાર બાદ રાંદેર ઝોનમાં 1,08,387 અને સેન્ટ્રલ ઝોનમાં 1,02,983 સંખ્યા છે. સોમવારે સરવેમાં તમામ ઝોનમાં વધુ સરવે ઉધના ઝોનમાં 5,203 લોકોનો કરાયો હતો ત્યાર બાદ સેન્ટ્રલ ઝોનમાં 4044 તથા રાંદેર ઝોનમાં 2082 થયાં છે.

અન્ય સમાચારો પણ છે...