કોરોના સુરત LIVE:4 મહિના બાદ નવા 26 કેસ નોંધાયા, એક્ટિવ કેસનો આંક 100ને પાર

સુરત20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં 205186 કેસ સામે આવી ચૂક્યા છે

સુરત શહેર-જિલ્લામાં ધીમે ધીમે કોરોના સંક્રમણ વધી રહ્યું છે. 4 મહિના બાદ છેલ્લા 24 કલાકમાં નવા 26 કેસ નોંધાયા હતા. છેલ્લા નવ દિવસમાં 106 પોઝિટિવ કેસ નોંધાયા છે. છેલ્લા 102 દિવસથી એક પણ દર્દીનું મોત થયું નથી. હાલ સુરત શહેર જિલ્લામાં 102 એક્ટિવ કેસ છે. જેમાંથી 2 દર્દી હોસ્પિટલમાં દાખલ છે. વિતેલા 24 કલાકમાં 10 દર્દીને કોરોનામુક્ત જાહેર કરવામાં આવ્યા હતા.

શહેરમાંથી આઠ વ્યક્તિ કોરોનામુક્ત
શહેર અને જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 26 કેસ સામે આવ્યા હતા. ગત 21 ફેબ્રુઆરીએ શહેરમાં 21 કેસ નોંધાયા હતા. કોરોના પોઝિટિવ આવેલા 20 નવા કેસ શહેરમાં આવ્યા હતા. સુરત શહેર જિલ્લામાં છેલ્લા બે દિવસથી 20થી વધુ કેસ સામે આવી રહ્યા છે. ગત રોજ શહેરમાંથી 8 દર્દી કોરોનામુક્ત બન્યા હતા.

202844 લોકો કોરોનામાંથી સાજા થઇ ચૂક્યા છે
અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં 205186 કેસ સામે આવી ચુક્યા છે જે પૈકી 202844 લોકો કોરોનામાંથી સાજા થઇ ચુક્યા છે. કુલ 2240 લોકો શહેર જિલ્લામાં કોરોનામાં મૃત્યુ પામી ચુક્યાનું સરકારી ચોપડે નોંધાઈ ચૂક્યું છે.

દંપતી, વેપારી, વિદ્યાર્થી અને ગૃહિણીઓ સંક્રમિત
નવા નોંધાયેલા પોઝિટિવ કેસમાં ઈટલીના મિલાનથી પરત આવેલા અડાજણના આધેડ, પુણા ગામના દંપતી, મુંબઈથી પરત આવેલા પર્વત પાટીયાના વેપારી, મજુરાગેટ વિસ્તારમાં રહેતો વિદ્યાર્થી, વેસુની વિદ્યાર્થિની, ગૃહિણીઓ સહિતના સંક્રમિત થયા છે.

આરોગ્ય વિભાગની સમગ્ર સ્થિતિ ઉપર નજર
કોર્પોરેશન હાલ જેટલા પણ કોરોના એક્ટિવ કેસો છે. તે તમામની હિસ્ટ્રી અને ટ્રેસિંગ કરીને તેમની આસપાસના લોકોના પણ રેપિડ ટેસ્ટ કરાવવાના શરૂ કરી દેવામાં આવ્યા છે. ફરી એક વખત જે લોકોના વેક્સિનના ડોઝ બાકી છે. તે નજીકના આરોગ્ય વિભાગનો સંપર્ક કરી લે તે જરૂરી છે. પ્રિકોશન સહિતના ડોઝ લઈને પોતાને સુરક્ષિત કરી લેવાની જરૂરિયાત છે. આરોગ્ય વિભાગની ટીમ સમગ્ર સ્થિતિ ઉપર નજર રાખીને બેઠી છે. અત્યાર સુધીના અનુભવના આધારે તમામ પગલાં લેવાના શરૂ કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...