​​​​​​​માંગ વધુ, ઉત્પાદન ઓછું:લગ્નસરા, દિ‌વાળીની ખરીદીથી ગ્રે કાપડમાં મહિનાનું વેઇટિંગ

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોના નરમ પડતાં બહારના વેપારીઓ આવવા માંડ્યા
  • માંગ વધુ, ઉત્પાદન ઓછું હોવાથી વીવર્સ પાસે સ્ટોક ઓછો

તહેવારોની સિઝન આવવાને કારણે કાપડ માર્કેટમાં પણ ચહલ-પહલ વધી છે. કોરના કાળમાં બંધ પડી ગયેલો કાપડ ઉદ્યોગ દિવાળી અને લગ્નસિઝનને કારણે ફરી વખત પાટા પર આવી રહ્યો છે. જેના કારણે વેપારીઓને સારો બિઝનેસ થવાની આશા છે. સાડી અને ડ્રેસ મટીરીયલ્સમાં સારી ડિમાન્ડ છે. હવે બહારના વેપારીઓ પણ ખરીદી કરવા માટે સુરતમાં આવી રહ્યા છે. ત્યારે માર્કેટમાં ડિમાન્ડ વધવાને કારણે વીવર્સ પાસે ગ્રેનો સ્ટોક પણ ઓછો થઈ રહ્યો છે. ગ્રે કાપડમાં છેલ્લાં 15 દિવસથી વેઈટિંગ વધી ગયું છે. હાલ એક મહિનાનું વેઈટિંગ વધી ગયું છે.

માંગ વધારે અને ઉત્પાદન ઓછું હોવાને કારણે વિવર્સો પાસે સ્ટોક ઓછો થઈ ગયો છે. કોરોનાની બીજી લહેર આવવાને કારણે ટેક્સટાઈલ ઉદ્યોગ ઠપ્પ થઈ ગયો હતો. બહારની મંડીઓને વેપારીઓએ ખરીદી કરવા માટે સુરતમાં આવવાનું ટાળી રહ્યા હતાં. પરંતુ હવે દિવાળી અને લગ્નસરાની સિઝન હોવાને કારણે રિટેઈલ માર્કેટમાં ખરીદી નિકળી છે.

કોરોનાકાળ બાદ હાલ સૌથી વધારે કામ
ફોગવાના પ્રમુખ અશોક જીરાવાલા કહે છે કે, ‘કોરોનાકાળ બાદ વીવર્સ પાસે હાલ સૌથી વધારે કામ આવ્યું છે. કારણ કે, દિવાળી નજીક છે અને લગ્નસરાની સિઝનને કારણે લોકો ખરીદી કરી રહ્યા છે. આથી માર્કેટમાં ગ્રે કાપડની ડિમાન્ડમાં વધારો થયો છે. હાલ એક મહિના સુધીનું વેઈટિંગ ચાલી રહ્યું છે.

છેલ્લા દોઢ વર્ષથી લગ્નસરા અટકી ગયા હતા
દિવાળીની સાથે સાથે લગ્ન સિઝન શરૂ થવાની છે. છેલ્લાં દોઢ વર્ષથી ધામધૂમથી ઉજવાતા લગ્નો અટકી ગયા હતાં. પરંતુ હવે કોરોનાનો ડર ઓછો થયો છે ત્યારે લોકો લગ્ન સિઝન માટે પણ ખુબ જ મોટા પ્રમાણમાં ખરીદી કરી રહ્યા છે. જેના કારણે માર્કેટમાં ડિમાન્ડ નિકળી છે.

અન્ય સમાચારો પણ છે...