તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આગાહી:સુરતમાં ત્રણ દિવસ પછી ચોમાસું બેસશે, મધ્યમથી ભારે વરસાદ પડવાની આગાહી

સુરત7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બુધવારે શહેર-જિલ્લામાં વરસાદનો વિરામ

મુંબઇમાં ચોમાસાનાં આગમન બાદ બેથી ત્રણ દિવસમાં જ સુરતમાં ચોમાસાનો આરંભ થવાની શક્યતા પ્રબળ બની છે. બુધવારે મોડી સાંજે ભારે પવન ફૂંકાયો હતો.નૈઋત્ય ચોમાસું અને બંગાળની ખાડીમાં સક્રિય થઇ રહેલા લો પ્રેશર સિસ્ટમથી આગામી 4 દિવસ દરમિયાન સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બુધવારે શહેરમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ નોંધાયો ન હતો. જ્યારે જિલ્લામાં પણ વરસાદે વિરામ લીધો છે. ઉકાઇ ડેમની સપાટી 315.39 ફૂટ નોંધાઇ છે. જ્યારે કેનાલમાં 7100 ક્યુસેક ડિસ્ચાર્જ ચાલુ છે અને ઇનફલો નીલ છે.

હવામાન વિભાગના જણાવ્યાનુસાર શહેરનું મહત્તમ તાપમાન 34.4 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 28.6 ડિગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં સવારે ભેજનું પ્રમાણ 76 ટકા અને સાંજે 79 ટકા રહ્યું હતું. સાઉથ-વેસ્ટ દિશાથી 10 કિ.મીની ગતિએ પવન ફૂંકાયા હતા.નોંધનીય છે કે, ચાર દિવસ શહેરમાં વરસાદ નોંધાયો નથી. હવે ગુરુવારથી લઇ રવિવાર સુધી શહેરમાં સારો વરસાદ થવાની શક્યતા છે. જિલ્લાના વાપી-વલસાડ સહિત અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો, સાથે દાદરા-નગરહવેલીમાં પણ સવારે ભારે વરસાદ પડ્યો હતો. મોડી રાતથી જિલ્લાના અંતરિયાળ વિસ્તાર એવા કપરાડામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો. કપરાડા સાથે જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...