હાલાકી:કેબલ બ્રિજ પર મોનિટરિંગ સિસ્ટમ-લાઇટનું કામ શરૂ, સરદાર બ્રિજ પર ટ્રાફિક ભારણ વધ્યું

સુરત16 દિવસ પહેલા
  • કૉપી લિંક
સવારે 10થી 12ના પિક અવર્સમાં અઠવાગેટ પર વાહનોની કતાર લાગી - Divya Bhaskar
સવારે 10થી 12ના પિક અવર્સમાં અઠવાગેટ પર વાહનોની કતાર લાગી
  • અડાજણથી અઠવા તરફની લેન બંધ કરાતાં સરદાર બ્રિજ અને પાલ-ઉમરા બ્રિજ પર અસર

144 કરોડ રૂપિયાના ખર્ચે સાકાર થયેલા શહેરના કેબલ સ્ટેઇડ બ્રિજ પર સ્ટ્રક્ચરલ હેલ્થ મોનિટરીંગ સિસ્ટમ અને ફસાદ પ્રકારની લાઇટીંગ ઇન્સ્ટોલ કરવાની કામગીરી ગુરુવારે સવારથી જ શરૂ કરી દેવામાં આવી છે. આ માટે ગુરુવારથી બ્રિજનો અડાજણથી અઠવાલાઇન્સ તરફ જતી લેન વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવી હતી. એક મહિના માટે બ્રિજનો આ પટ્ટો બંધ રાખવામાં આવશે. બ્રિજ પર કેબલ સ્ટ્રક્ચરલ હેલ્થ મોનિટરીંગ સિસ્ટમ અને ફસાદ લાઇટીંગ ઇન્સ્ટોલશનની કામગીરી શરૂ કરવામાં આવી છે.

સ્ટાર બજાર સામેની લેન બંધ
સ્ટાર બજાર સામેની લેન બંધ

પ્રથમ દિવસે બ્રિજનો એક તરફનો ભાગ બંધ કરવામાં આવતાં તેની સીધી અસર સરદાર બ્રિજ અને પાલ-ઉમરા બ્રિજ પર વર્તાઈ હતી. બંને બ્રિજ પર ટ્રાફિકનું ભારણ વધ્યું હતું. ખાસ કરીને સવારે 10થી 12 કલાક દરમિયાન અઠવાગેટ પર વાહનોની કતારો લાગતી જોવા મળી હતી. 20 કરોડના ખર્ચે સ્ટ્રક્ચરલ હેલ્થ મોનિટરીંદગ સિસ્ટમ અને ફસાદ પ્રકારની લાઇટીંગ લગાડવામાં આવી રહી છે, જેને કારણે બ્રિજની સ્ટ્રેન્થ અને સુંદરતામાં વધારો થશે.

અન્ય સમાચારો પણ છે...