નિર્ણય:ભાવ વધારા મામલે પ્રોસેસર્સની સોમવારે થનારી મિટિંગ મોકૂફ

સુરત17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આવતા અઠવાડિયે મિટિંગ કર્યા બાદ નિર્ણય લેવાશે

પ્રોસેસિંગ ચાર્જના ભાવ વધારા મુદ્રે સોમવારે મળનારી સાઉથ ગુજરાત ટેક્સટાઈલ પ્રોસેસર્સ એસોસિએશનની મિટિંગ મૌકૂફ રાખવામાં આવી છે, આવતા અઠવાડિયે મિટિંગનું આયોજન કર્યા બાદ ભાવ વધારા અંગે નિર્ણય લેવાશે.

ઓક્ટોબર મહિનામાં કલર કોલસા અને કેમિકલના દરમાં વધેલા દરના કારણે પ્રોસેસીંગ ચાર્જ વધારવો પડે સ્થિતિ થઈ હતી. ભાવ વધારો નહીં થાય તો મિલો બંધ કરવાની પણ નોબત આવે તેવી સ્થિતિ સર્જાઈ હતી. બીજી તરફ કાપડ મિલોની પ્રોસેસિંગ ચાર્જ વધારવાની માંગ સામે વિરોધ નોંધાવનારા કાપડ વેપારીઓના સંગઠનથી નારાજ થઈ કેટલીક મિલના સંચાલકોએ નવેમ્બર સમગ્ર માસ દરમિયાન મિલો બંધ રાખવા માટે ચિમકી પણ ઉચ્ચારી હતી. જોકે, એક મંચ પર વિવર્સ, ટ્રેડર્સ અને પ્રોસેસર્સ એકત્ર થઈ ઉદ્યૌગના હિતમાં ચાર્જ વધારવાનો નિર્ણય કર્યો હતો. દિવાળી પૂર્વે કુલ ત્રણ વખત પ્રોસેસિંગ ચાર્જ વધી ચૂક્યો હતો. ૧૫મી નવેમ્બરના રોજ પ્રોસેસર્સની મળનારી ચાર્જ વધારા મુદ્દે મિટિંગને મૌકૂફ રાખવામાં આવી છે. આવતા અઠવાડિયે મિટિંગનું આયોજન કર્યા બાદ ભાવ વધારા મુદ્દે નિર્ણય લેવામાં આવશે.

કોલસા સિવાયની વસ્તુઓના દર હજી વધારે
પ્રોસેસિંગ ચાર્જ બાબતે સોમવારે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ અમુક મિલો બંધ હોવાને કારણે મિટિંગ મૌકૂફ રાખવામાં આવી છે. આવતા અઠવાડિયે મિટિંગનું આયોજન કરવામાં આવશે. હાલ કોલસાના ભાવ ઘટ્યા છે તેની સામે કલર કેમિકલના દરમાં સતત વધારો થઈ રહ્યો છે. બીજી તરફ ટ્રાન્સપોર્ટ ચાર્જ પણ વધ્યો છે. જેના કારણે પ્રોસેસિંગ ચાર્જ વધારા અંગે મિટિંગમાં નિર્ણય લેવાશે.

અન્ય સમાચારો પણ છે...