• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • 'Mom Doesn't Hit, But The Boy I'm Acquainted With, His Mother Pushes For Marriage' Teenager Commits Suicide By Taking Poison

સુસાઈડ:'મમ્મી મારતી નહીં, પણ હું જે છોકરા સાથે પરિચયમાં છું, તેની માતા લગ્ન માટે દબાણ કરે છે'-કહી કિશોરીએ ઝેરી દવા પી આપઘાત કર્યો

સુરત15 દિવસ પહેલા
  • કૉપી લિંક
કિશોરીએ આપઘાત કરી લેતા પરિવાર શોકમાં સરી પડ્યો હતો. - Divya Bhaskar
કિશોરીએ આપઘાત કરી લેતા પરિવાર શોકમાં સરી પડ્યો હતો.
  • યુવક અને તેની માતા કિશોરી પર લગ્ન માટે દબાણ કરતાં હતા

મમ્મી, એક વાત કહું, મારતી નહિ, હું એક છોકરા સાથે વાત કરું છું. હવે એ અને એની માતા મને લગ્ન કરવા માટે દબાણ કરી રહ્યા છે. કહી ટ્યુશનેથી ઘરે આવેલી કિશોરી ઘરમાં ઝેરી દવા પીધેલી હાલતમાં મળી આવતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. પીડિત પિતાએ કહ્યું, મને ખબર પડ્યા બાદ માત્ર અભ્યાસ પર ધ્યાન આપવા જ કહ્યું હતું. મધુ ધોરણ-10ની પરીક્ષાની તૈયારી કરી રહી હતી. આજે સવારે પણ લગ્ન માટે દબાણ કરતો યુવક મારા ઘર બહાર બાઇક પર આંટા ફેરા મારી બાઈકનો હોર્ન વગાડતો દેખાયો હતો.

પરિવારે પ્રેમથી સમજાવી હતી
અજય પાંડે (દુઃખી પિતા)એ કહ્યું હતું કે, ચાર સંતાનો પૈકી બે દીકરા અને બે દીકરીઓમાં મધુ (ઉ.વ. 15) સૌથી મોટી દીકરી હતી. ધોરણ-10ની પરીક્ષાની તૈયારી કરી રહી હતી. રવિવારની બપોરે ઘરમાંથી ઝેરી દવા પીધેલી હાલતમાં મળી આવતા સિવિલ લઈ આવ્યા હતા. જ્યાં મોડી સાંજે મધુનું મોત નીપજ્યું હતું.મધુ મહોલ્લાના એક હેર સલૂનમાં કામ કરતા યુવક સાથે વાત કરતી હતી. જોકે યુવક અને એની માતા લગ્ન માટે દબાણ કરતા માનસિક તણાવમાં આવેલી મધુએ તમામ હકીકત માતાને જણાવી દીધી હતી. શનિવારની રાત્રે પત્નીએ આ વાત મને કહેતા મેં મધુને અભ્યાસ પર ધ્યાન આપવા જ પ્રેમથી સમજાવી હતી.

બાઈક પર યુવક આંટા મારી હેરાન કરતો
રવિવારની સવારે 8 વાગે ટ્યુશન ગયેલી મધુ ઘરે આવ્યા બાદ થોડીવારમાં ઝેરી દવા પીધેલી હાલતમાં મળી આવતા તાત્કાલિક સારવાર માટે સિવિલ લઈ આવ્યા હતા.યુપીના રહેવાસી સંજય પાંડેએ જણાવ્યું હતું કે, તેઓ મીલમાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. દીકરીના મોતને લઈ આઘાતમાં હોવા છતાં આજે સવારે બદમાશ યુવક ઘર નજીક આંટા-ફેરા મારી બાઈકના હોર્ન વગાડી પોતે આવ્યો હોવાનું દીકરીને સિગ્નલ આપતો દેખાયો હતો. બસ પોલીસ અમને ન્યાય અપાવે એવી જ અમારી વિનંતી છે.