પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવારે ચીખલીમાં 850 કરોડના ખર્ચે બનાવેલા એસ્ટલ પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે. આ પ્રોજેક્ટથી આદિવાસીઓના ડુંગરાળ વિસ્તારોમાં પાણી પમ્પ કરી જરૂરિયાતમંદો સુધી પહોંચાડવામાં આવશે.
આદિવાસીઓને રીજવવાનો પ્રયાસ
છેલ્લા કેટલાક સમયથી દક્ષિણ ગુજરાતના આદિવાસીઓ કેન્દ્ર સરકારની નર્મદા-તાપી-પાર નદી લીંક યોજનાથી નારાજ હતા. મતોના ધ્રુવિકરણની શક્યતા જોતા ભાજપની રાજ્ય સરકારે તો આ યોજના રદ કરી દીધી છે પણ આગામી વિધાનસભાની ચૂંટણી માટે એસ્ટલ પ્રોજેક્ટનું લોકાર્પણ ડેમેજ કંટ્રોલ ડેમેજ કંટ્રોલ માટે મહત્વનું કામ કરી શકે છે, એવી ચર્ચા છે.
બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચીખલી ખાતેના એસ્ટેલ કાર્યક્રમ માટે સુરતથી એસટી વિભાગ દ્વારા 200 બસો દોડાવવામાં આવશે.
કેમિકલના ભાવમાં અઢી ગણો વધારો થયો
કોલસાનો ભાવ તો ડબલ થઈ ગયો છે પરંતુ પ્રોસેસિંગમાં ઉપયોગમાં લેવામાં આવતા તમામ પ્રકારના કેમિકલના ભાવમાં અઢી ગણો વધારો થઈ રહ્યો છે. જેથી મિલો બંધ થવાની નોબત આવી રહી છે. 40 ટકા ક્ષમતા સાથે જ મિલો ચાલી રહી છે માર્કેટમાં ડિમાન્ડ ન હોવાને કારણે મિલોને કામ મળી રહ્યું નથી. જેથી 40 ટકા કેપિસિટી સાથે જ મિલો ચાલી રહી છે. મિલો અઠવાડિયામાં 3 દિવસની રજા રાખવામાં આવી રહી છે.
તમામ મટીરીયલ્સના ભાવમાં વધારો
‘મોંઘવારીમાં વધારો થયો છે, બીજી તરફ પ્રોસેસિંગમાં ઉપયોગમાં લેવામાં આવતા મટીરીયલ્સના ભાવમાં પણ સખત વધારો થયો છે જેના કારણે મિલ માલિકોની સ્થિતિ ખરાબ થઈ રહી છે. જેથી મિલો બંધ થઈ રહી છે. પાંડેસરાની એક મિલે તો મશીનરી પણ વેચી નાંખી છે.’ > જીતેન્દ્ર વખારિયા, સાઉથ ગુજરાત ટેક્સટાઈલ પ્રોસેસર્સ એસોસિએશનના પ્રમુખ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.