તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વરસાદની શક્યતા:શહેરમાં આજથી 5 દિવસ મધ્યમ વરસાદની આગાહી

સુરત22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઉકાઇ ડેમની સપાટી ઘટીને 313.13 ફૂટ થઈ
  • અડધાથી એક ઇંચ સુધી વરસાદની શક્યતા

સપ્તાહથી શહેરમાં વરસાદના વિરામ વચ્ચે મોડીસાંજે વાતાવરણમાં પલટા સાથે વાદળછાયું વાતાવરણ થઇ ગયું હતું. હવામાન વિભાગે આવતીકાલે શનિવારથી પાંચ દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. પાંચ દિવસ દરમ્યાન શહેરમાં આકાશ મુખ્યત્વે વાદળછાયું રહેવાની સંભાવના વ્યકત કરવામાં આવી છે. શહેરમાં અડધાથી 1 ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે.

વરસાદી માહોલને લઇ તાપમાનમાં ઘટાડો જોવા મળશે. મહત્તમ તાપમાન 30.2 ડિગ્રીથી 34.6 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 26.3 ડિગ્રીથી 26.8 ડિગ્રી વચ્ચે રહેશે. દક્ષિણ પશ્ચિમ દિશાથી 14થી 17 કિ.મીની ગતિએ પવન ફૂંકાઇ શકે છે.

હવામાન વિભાગના જણાવ્યાનુસાર, શહેરનું મહત્તમ તાપમાન 34 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 28.5 ડિગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 77 ટકા રહ્યું હતું. સાઉથ-વેસ્ટ દિશાથી 7 કિ.મીની ગતિએ પવન ફૂંકાઇ રહ્યા છે. નોંધનીય છે કે, ઉપરવાસમાં વરસાદ ન હોવાથી ઉકાઇ ડેમની સપાટીમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. મોડીરાતે 8 કલાકે સપાટી 313.13 ફૂટ થઇ ગઇ હતી. 7 હજાર ક્યુસેક ડિસ્ચાર્જ કરવામાં આવ્યું છે. જ્યારે કોઝવેની સપાટી 4.64 મીટર છે.

અન્ય સમાચારો પણ છે...