પૂર્વ તૈયારી:સુરતમાં ફાયરબ્રિગેડની મોકડ્રિલ યોજાઈ,સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં દર્દીઓને બહાર કાઢવાની કામગીરીમાં પોલીસ પણ જોડાઈ

સુરત10 મહિનો પહેલા
ફાયરબ્રિગેડ દ્વારા દર્દીઓને સલામત રીતે ઉતારવા સહિતની મોકડ્રિલ યોજાઈ હતી.
  • પોલીસ અધિકારીઓ સાથે સંકલન કરીને ફાયર વિભાગ દ્વારા કામગીરી કરાઈ

સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલી સંજીવની સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં ફાયર વિભાગે મોકડ્રિલનું આયોજન કર્યું હતું.સમયાંતરે શાળા અને હોસ્પિટલમાં આગ લાગે છે, ત્યારે મોટી જાનહાની થવાની શક્યતા રહેલી હોય છે. તેને ધ્યાનમાં રાખીને ફાયર વિભાગ દ્વારા અલગ-અલગ ઝોનમાં મોકડ્રિલ કરવામાં આવી રહી છે.પોલીસ અધિકારીઓ સાથે સંકલન કરીને ફાયર વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવી હતી.

મશીનરી સામેલ કરાઈ
મોકડ્રિલમાં પોલીસ સહિતનો સ્ટાફ જોડાયો હતો.મોકડ્રિલ દરમિયાન હાઈડ્રોલિક મશીન અને ઓક્સિજન સિલિન્ડરની પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. મોકડ્રિલમાં 9 ફસાયેલા લોકોને બહાર કાઠવામાં આવ્યા હતા.મોકડ્રિલમાં અડાજણ, મોરાભાગળ, પાલનપુર ફાયર સ્ટેશનના 5 અધિકારી સહિત 32 કર્મચારીઓની ટિમ જોડાઈ હતી. એકસાથે ફાયર વિભાગની ગાડીઓનો જમાવડો થતાં આસપાસના વિસ્તારોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. પોલીસ અધિકારીઓની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. જોકે લોકોને જાણ થઈ કે મોકડ્રિલ કરવામાં આવી રહી છે, ત્યારે હાશકારો થયો હતો.

સંકલન સાથે કામગીરી
ફાયર ચીફ ઓફિસર બસંત પરીખે જણાવ્યું કે, છેલ્લા થોડા દિવસોથી અમે શાળામાં અને હોસ્પિટલમાં મોકડ્રિલનું આયોજન કરી રહ્યા છીએ. ફાયરના સ્ટાફની સાથે પોલીસ વિભાગ સાથે પણ સંકલન કરવામાં આવી રહ્યું છે. અધિકારીઓની ટીમ આગ લાગે ત્યારે ઘટનાસ્થળ પર પહોંચીને કેવી રીતે કામગીરી ઝડપથી કરીને લોકોને સુરક્ષિત કરી શકે તે ખૂબ મહત્વનો છે.તેની સાથે આજ જ્યારે શરૂઆતમાં લાગ્યો હોય છે. ત્યારે સ્થાનિક લોકો હોસ્પિટલનો સ્ટાફ કે, અન્ય કોઈ સ્ટાફ હોય તે કેવી રીતે ફાયર સેફ્ટીની સુવિધાનો ઉપયોગ કરી શકે છે. તે ખૂબ અગત્યનો છે.મોકડ્રિલ બાદ કોમ્પ્લેક્ષમાં હાજર તમામ લોકોને ફાયર સેફટીની માહતી આપવામાં આવી હતી.